Amit Mishra એ બનાવ્યો આ અદભૂત રેકોર્ડ, જે આઈપીએલના તમામ બોલરો માટે પડકાર

0
381

1. Amit Mishra એ બનાવ્યો આ અદભૂત રેકોર્ડ, જે આઈપીએલના તમામ...

ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ સ્ટેડિયમ રમાયેલ દિલ્હી ડેરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચમાં દિલ્હીના સ્પીન બોલર Amit Mishra એ એક ખાસ રેકોર્ડ પોતના નામે કર્યો છે. જે રેકોર્ડની આજુબાજુ ચેન્નાઈ સુપર કિંગ્સના હરભજન સિંહ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પીયુસ ચાવલા પણ નથી. હકીકતમાં અમિત મિશ્રાએ રાજસ્થાન સામે રમાયેલી મેચમાં ખતરનાક સાબિત થઈ રહેલા જોસ બટલરને વિકેટકીપર ઋષભ પંતના હાથે સ્ટમ્પ આઉટ કરાવી દીધા હતા.

2. અમિત મિશ્રાએ બનાવ્યો આ અદભૂત રેકોર્ડ, જે આઈપીએલના તમામ ...

આ અમિત મિશ્રાની રેકોર્ડ ૨૬ મી સ્ટમ્પ વિકેટ હતી. આ બાબતમાં તે આઈપીએલ હિસ્ટ્રીમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. ત્યાર બાદ ચેન્નાઈ તરફથી રમી રહેલા હરભજન સિંહ અને કોલકાતાના પીયુષ ચાવલાનું નામ આવે છે જો કે આઈપીએલ કારકિર્દીમાં ૧૪-૧૪ વખત વિરોધી ખેલાડીઓને સ્ટમ્પ આઉટ કરાવી ચુક્યા છે. આ રેકોર્ડ બનાવવાની સાથે આઈપીએલના તમામ બોલરોને આ રેકોર્ડ તોડવાનો પડકાર આપ્યો છે.

3. અમિત મિશ્રાએ બનાવ્યો આ અદભૂત રેકોર્ડ, જે આઈપીએલના તમામ ...

દિલ્હીએ આ આઈપીએલમાં અમિત મિશ્રાને ચાર કરોડમાં ખરીદ્યા
આઈપીએલની શરૂઆત જ દરેક ટીમના ઓલ ટાઈમ ફેવરેટ સ્પીનર રહેલા આઈપીએલ-૧૧ ની હરાજીમાં દિલ્હી ડેરડેવિલ્સે ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. અમિત મિશ્રા અત્યાર સુધી ૩૧ વિકેટ લઇ ચુક્યા છે. જેમાં ૧૩૮ વિકેટ તેમના નામે નોંધાયેલ છે. તે આ સમયે આઈપીએલના લીડીંગ વિકેટકીપર મુંબઈ ઇન્ડિયન્સના લસિથ મલિંગા બાદ બીજા નંબર પર છે. ત્યાર બાદ કોલકાતાના પીયુષ ચાવલા ૧૩૨ વિકેટ અને ચેન્નાઈના હરભજન સિંહ ૧૩૦ વિકેટ લઈને રહેલા છે.

ઉલ્લેખનીય છે કે, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગના આધારે દિલ્હી ડેરડેવિલ્સે આઈપીએલ-૧૧ ની વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સને ડકવર્થ લુઇસ નિયમના આધારે ચાર રનથી હરાવી દીધું હતું. દિલ્હી ડેરડેવિલ્સે રાજસ્થાન રોયલ્સથી જયપુરમાં મળેલી હારનો બદલો પણ લઇ લીધો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY