અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં Dinesh Karthik એ રચ્યો આ ઈતિહાસ

0
486
Dinesh Karthik created history against Afghanistan Match

ભારતના વિકેટકીપર Dinesh Karthik એ આજે અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં સામેલ થવાની સાથે જ ઈતિહાસ રચ્યો છે. તેની સાથે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કોઈ ક્રિકેટરની સૌથી લાંબી રાહ સમાપ્ત થઈ ગઈ છે. દિનેશ કાર્તિકે આ બાબતમાં પાર્થિવ પટેલના ભારતીય રેકોર્ડને તોડી દીધો છે.

દિનેશ કાર્તિકે પોતાની છેલ્લી ટેસ્ટ ૧૭-૨૧ જાન્યુઆરી ૨૦૧૦ ના ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ સામે રમી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ ૮૭ ટેસ્ટ મેચ રમી ચુકી હતી. હવે બેંગલુરુ ટેસ્ટ મેચમાં રમવાની સાથે જ દિનેશ કાર્તિકની ૮ વર્ષ અને ૮૭ ટેસ્ટ મેચની રાહ સમાપ્ત થઈ ગઈ છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાર્થિવ પટેલના નામે નોંધાયેલો હતો, જેમને ૮૩ ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી હતી.

દિનેશ કાર્તિકે થોડા સમય પહેલા પોતાનો ૩૩ માં જન્મદિવસની ઉજવણી કરી હતી, પરંતુ તેમને અસલ ભેટ બીસીસીઆઈએ આગામી દિવસે આપી હતી, હવે તેમને અફઘાનિસ્તાન સામે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દિનેશ કાર્તિકને ઈજાગ્રસ્ત રિદ્ધિમાન સાહાની જગ્યાએ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

દિનેશ કાર્તિકે ૩ નવેમ્બર ૨૦૦૪ ના મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ જેવા જ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઈ, દિનેશ કાર્તિકને રમવાની ઓછી તક મળવા લાગી. તે ૧૪ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં માત્ર ૨૩ ટેસ્ટ મેચ રમી શક્યા અને તેમને ૨૭.૭૭ ની એવરજથી ૧૦૦૦ રન બનાવ્યા. માર્ચમાં નિદાહાસ ટ્રોફીની ફાઈનલમાં રમેલી શાનદાર ઇનિંગ અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શાનદાર પ્રદર્શન બાદ દિનેશ કાર્તિકની ભારતીય ટીમમાં વાપસીની રાહ સરળ થઈ ગઈ હતી. આમ તો સિલેક્ટર્સે તેમને આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ ધ્યાન રાખત ટીમમાં જગ્યા આપી છે.

દિનેશ કાર્તિક ૨૦૦૭ ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમને ત્યાં ત્રણ અડધી સદીની ઇનિંગ રમી હતી. દિનેશ કાર્તિક છેલ્લી બે પ્રથમ શ્રેણી સત્રોમાં ૫૫ થી વધુની એવરજથી રન બનાવ્યા અને હવે તે આ તકનો સપૂર્ણ ફાયદો ઉઠાવવા માટે તૈયાર હશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY