ભૂતપૂર્વ ક્રિકેટર અર્લ એડિંગ્સ બન્યા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નવા અધ્યક્ષ

0
138

ભૂતપૂર્વ ક્રિકેટર અર્લ એડિંગ્સને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ડેવિડ પીવરના રાજીનામાં બાદ ખાલી પડેલા પદને સાંભળશે.

સીએમાં ઉપાધ્યક્ષ અર્લ એડિંગ્સને ડેવિડ પીવરની જગ્યા આપવામાં આવી છે, જેમને લોંગસ્ટાફ સમીક્ષા બાદ પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું. ઓસ્ટ્રેલિયામાં ગ્રેડ ક્રિકેટ રમી ચુકેલા અર્લ એડિંગ્સને વર્ષ ૨૦૦૮ માં સીએના નિર્દેશક બનાવવામાં આવ્યા હતા.

અર્લ એડિંગ્સને તાજેતરમાં સીએના ઇન્ટરિમ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને તે આગામી વર્ષની વાર્ષિક સામાન્ય બેઠક સુધી આ પદ પર બન્યા રહેશે. સીએ બોર્ડમાં જૈકી છે, જોન હર્નાન્ડન એએમ, મિશેલ ટ્રેડેનીક, માઈકલ કાસ્પ્રોવિઝ, પોલ ગ્રીન અને ડૉ. લાચલન હેન્ડરસન નિર્દેશકના પદ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફટને બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાર્યવાહી કરતા ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથ પર ૧-૧ વર્ષનો અને બેનક્રોફટ પર ૯ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેના કારણે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઘણું બદનામ થયું હતું.

તેમ છતાં થોડા દિવસો પહેલા જ સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોન્રના ઉપરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અપીલને ઠુકરાવી દીધી હતી અને આ બંને ખેલાડીઓ ઉપર પ્રતિબંધ જાળવી રાખ્યો હતો. તાજેતરમાં સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલીયન ટીમની પ્રેકિટસ સેશનમાં પણ જોવા મળ્યા હતા. આ બંને દિગ્ગજ ૬ ડિસેમ્બરથી ભારત સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલીયન ટીમની મદદ કરી રહ્યા હતા. સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરના ઉપર પ્રતિબંધ દુર થવામાં હજુ સમય બાકી છે અને ઓસ્ટ્રેલીયન ટીમને તેમની ઉણપ રહેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY