ટી-૨૦ વર્લ્ડ કપ : ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી ચોથી વખત જીત્યું ટાઈટલ

0
119

1. ઓસ્ટ્રેલિયા – ઇંગ્લેન્ડ

એશ્લે ગાર્ડનરના ઓલરાઉન્ડર પ્રદર્શનના આધારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૮ વિકેટથી હરાવી ચોથી વખત મહિલા ટી-૨૦ વર્લ્ડ કપનું ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. ઇંગ્લેન્ડની ઇનિંગને ૧૯.૪ ઓવરમાં ૧૦૫ રનમાં ઓલ આઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા ૧૫.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવી ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હોત. એશ્લે ગાર્ડનરને પ્લેયર ઓફર ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી જયારે એલીસા હિલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી.

2. ઓસ્ટ્રેલિયા – ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ડેનિયલ વેટ અને કેપ્ટન હીથર નાઈટને છોડી કોઈ પણ બેટ્સમેન ઓસ્ટ્રેલીયન બોલરોનો પ્રતિકાર આપી શકી નહોતી. માત્ર આ બંને જ ડબલ આંકડાની સંખ્યામાં પહોંચી હતી. ડેનિયલ વેટે ૫ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૪૩ રન બનાવ્યા જયારે હીથર નાઈટે ૨૫ રન બનાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે ૨૨ રનમાં ૩ વિકેટ લીધી હતી. જયારે વેરહેમ અને મેગન શટે ૨-૨ વિકેટ લીધી હતી.

3. ઓસ્ટ્રેલિયા – ઇંગ્લેન્ડ

ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ સરળતાથી ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. હિલી (૨૨) અને બેથ મૂની (૧૪) એ પ્રથમ વિકેટ માટે ૨૯ રન જોડ્યા હતા. ત્યાર બાદ રમવા ઉતરેલી ગાર્ડનરે ટીમને જીત અપાવી અણનમ પરત ફરી હતી. તેમને ૧ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી ૩૩ રન બનાવ્યા હતા. કેપ્ટન મેગ લેનીંગ ૨૮ રન બનાવી અણનમ રહી હતી. ગાર્ડનર અને લેનિંગે ત્રીજી વિકેટ માટે અણનમ ૬૨ રન જોડ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY