ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જેમ્સ ફોસ્ટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

0
111

1. જેમ્સ ફોસ્ટર

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન જેમ્સ ફોસ્ટરે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ, વનડે અને ટી-૨૦ ટીમના ભાગ રહેલા આ સ્ટારે કાઉન્ટીમાં પોતાનો કોન્ટ્રાક્ટ રિન્યુ ના હોવાના કારણે આ નિર્ણય લીધો છે.

૩૮ વર્ષના વિકેટકીપરે ઇંગ્લેન્ડ માટે ૭ ટેસ્ટ, ૧૧ વનડે અને ૫ ટી-૨૦ મેચમાં પોતાની રમત દેખાડી છે.

2. જેમ્સ ફોસ્ટર

જેમ્સ ફોસ્ટરે વર્ષ ૨૦૦૧ માં ઇંગ્લેન્ડ માટે ડેબ્યુ કર્યું હતું અને વર્ષ ૨૦૦૯ માં અંતિમ પોતાની ટીમ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યાર બાદ તેમને ક્યારેય પણ આંતરરાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવાની તક મળી નહોતી.

કાઉન્ટીમાં તેમની ટીમ એસેક્સે ફોસ્ટરનો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો નહી જેના કારણે તેમને સપૂર્ણ રીતે ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું હતું. આ સીઝન બાદ તેમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થવાનો છે જેના કારણે તે હવે આગળ ક્યારેય પણ મેદાન પર જોવા મળશે નથી.

3. જેમ્સ ફોસ્ટર

જેમ્સ ફોસ્ટરે જણાવ્યું છે કે, “મે આ નિર્ણય ઘણો વિચાર કરી લીધો છે. મને જાણ છે કે, ૨૦૧૭ માં કેટલી મહેનત બાદ મને વિજેતા ટીમમાં જગ્યા બનાવાની તક મળી હતી. મને લાગે છે કે, આ મારા માટે યોગ્ય નિર્ણય છે. હું હવે કોચિંગમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છુ છુ.”

ફોસ્ટર ભલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણો કમાલ દેખાડી શક્યા ના હોય. પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમને ૧૩ હજારથી વધુ રન બનાવ્યા છે. જેમાં ૨૩ સદી અને ૭૦ અડધી સદી પણ સામેલ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY