સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ

0
117

1. ફાફ ડુ પ્લેસિસ

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને એક ટેસ્ટ મેચ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અને તેના કારણે તે પાકિસ્તાન સામે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભાગ લઇ શકશે નહીં. તેના સિવાય તેમના ઉપર મેચ ફીનો ૨૦ ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમને પાકિસ્તાન સામે કેપટાઉન ટેસ્ટમાં નિર્ધારિત સમયની અંદર ઓવર પૂરી ના કરવાના કારણે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

ફાફ ડુ પ્લેસિસ સિવાય બીજી ટેસ્ટ મેચમાં ભાગ લેનાર બધા ખેલાડીઓ પર પણ મેચ ફીનો ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ રેફરી ડેવિડ બુને આ કાર્યવાહી કરી છે. ૧૨ મહિનાની અંદર બીજી વખત ફાફ ડુ પ્લેસિસને નિર્ધારિત સમયની અંદર ઓવર પૂરી ના કરવાના કારણે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૮ માં ભારત સામે સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં પણ તેમને આ ભૂલ કરી હતી. તેના કારણે તેમને એક માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

2. ફાફ ડુ પ્લેસિસ

ફાફ ડુ પ્લેસિસે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા માટે શાનદાર ઇનિંગ રમી હતી અને શાનદાર સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા ટીમે આ મેચ ૯ વિકેટથી જીતી હતી અને સીરીઝમાં ૨-૦ ની અજેય લીડ પ્રાપ્ત કરી હતી. તેમ છતાં ફાફ ડુ પ્લેસિસના ઉપર પ્રતિબંધ લગાવવાથી ટીમને હવે મોટો ઝટકો લાગ્યો છે અને પાકિસ્તાનની ટીમ તેનો પૂરો ફાયદો ઉઠાવવા માંગશે. પાકિસ્તાનની ટીમ અંતિમ મેચ જીતી સીરીઝને ૨-૧ પર સમાપ્ત કરવા માંગશે અને વનડે સીરીઝ માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માંગશે.

3. ફાફ ડુ પ્લેસિસ

જયારે બીજી તરફ સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સીરીઝ તે જીતી ચુકી છે. એટલા માટે ત્રીજી મેચમાં તે પોતાની બેંચ સ્ટ્રેન્થને પણ અજમાવવા માંગશે. હવે જોવાનું એ છે કે, ક્યા-ક્યા ખેલાડીઓને અંતિમ મેચમાં સામેલ કરવામાં આવે છે. બંને ટીમોની વચ્ચે ત્રીજી ટેસ્ટ ૧૧ જાન્યુઆરીથી જોહાનીસ્બર્ગમાં રમાશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY