ક્વોલીફાઈર મેચમાં ટ્રીનબાગો નાઈટ રાઈડર્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સને ૨૦ રનથી હરાવ્યું

0
128

1. ટ્રીનબાગો નાઈટ રાઈડર્સ – સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પ...

ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલ કેરેબિયન પ્રીમિયર લીગની બીજી ક્વોલીફાઈર મેચમાં ટ્રીનબાગો નાઈટ રાઈડર્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સને ૨૦ રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ટ્રીનબાગો નાઈટ રાઈડર્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૫ રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૫ રન બનાવી શકી હતી. ફવાદ અહેમદે ૪ ઓવરમાં ૧૩ રન આપી ૩ વિકેટ લીધી અને તેમને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યા હતા.

2. ટ્રીનબાગો નાઈટ રાઈડર્સ – સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પ...

આ અગાઉ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સના કેપ્ટન ક્રીસ ગેલે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માત્ર ૮ રનના સ્કોર પર જ કોલિંગ ઇન્ગ્રામ (૫ રન) ને આઉટ કરી ટીમે શાનદાર શરૂઆત પણ કરી પરંતુ બીજી વિકેટ માટે બ્રેન્ડન મેક્કુલમ (૨૬ બોલમાં ૪૩ રન) અને કોલિન મુનરો (૩૧ બોલમાં ૨૯ રન) એ ૭૧ રનની ભાગીદારી કરી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સને મુશ્કેલ પરીસ્થિતિમાં બહાર નીકાળ્યું હતું. અંતમાં કેપ્ટન ડ્વેન બ્રાવોએ માત્ર ૮ બોલમાં ૧ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી ૨૪ રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય દિનેશ રામદીને ૨૭ અને ડેરેન બ્રાવોએ ૨૦ રન બનાવ્યા હતા. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ તરફથી શેલ્ડન કોટરેલે ૨૪ રનમાં ૨ વિકેટ લીધી હતી.

3. ટ્રીનબાગો નાઈટ રાઈડર્સ – સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પ...

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. કેપ્ટન ક્રીસ ગેલ શૂન્ય પર ૧ રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. બીજી વિકેટ માટે ડેવોન થોમસ (૨૬ બોલમાં ૩૫ રન) અને રેસી વાન ડર ડસેન (૧૮ બોલમાં ૧૪ રન) એ ૪૩ રનની ભાગીદારી કરી ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ ૪૪ ના સ્કોર પર બીજી વિકેટ પડ્યા બાદ ટીમના કોઇપણ ખેલાડી સારી રમત દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા. જોત જોતામાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સનો સ્કોર ૧૬ મી ઓવરમાં ૯૮/૭ થઈ ગયો હતો. છેલ્લી મેચના હીરો એન્ટોન ડેવસિચ માત્ર ૬ રન બનાવી આઉટ થઈ ગયા હતા. બ્રેન્ડન કિંગે ૩૩ રનની ઇનિંગ રમી અને બે કટિંગ ૨ રન બનાવી આઉટ થઈ ગયા હતા. ૮ મી વિકેટ માટે કેબીયન એલેન (૧૯ બોલમાં ૩૨ રન) અને કાર્લોસ બ્રેઈથવેઇટ (૧૪ બોલમાં ૧૬ રન) એ ૪૫ રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY