મહક જૈન ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવનારી મધ્યપ્રદેશની પ્રથમ ખેલાડી

0
82
Fed Cup Mahak Jain First Player from MP who got selected in Indian Team

ઇન્દોરની મહક જૈનને ૧૭ વર્ષની ઉમરમાં એશિયા ઓસિનિયા સમૂહ-૧ મેચ માટે ભારતીય મહિલા ફેડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ડેલી કોલેજની ૧૧ મી કક્ષાની વિધાર્થી મહક ઓછી ઉમરમાં જ રાષ્ટ્રીય સિનીયર ચેમ્પિયન બની ચુકી છે.

ભારતે ફેડ કપમાં પ્રથમ વખત ૧૯૭૭ માં ભાગ લીધો હતો. ત્યારથી અત્યાર સુધી ૪૨ વર્ષમાં આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે ભારતીય ટીમમાં સામેલ થનારી મહક મધ્યપ્રદેશની પ્રથમ ખેલાડી છે. આ ટુર્નામેન્ટ ફ્રેબુઆરીમાં કઝાકિસ્તાનમાં રમાશે. ટીમમાં મહક સિવાય અંકિતા રૈના અને કરમન કૌર થાંડી પણ છે, જે તેમ છતાં વર્ષના પ્રથમ ગ્રાંડ સ્લેમ ઓસ્ટ્રેલીયન ઓપનની તૈયારીમાં જોડાયેલી છે. ટીમમાં યુગલ નિષ્ણાત પ્રાથના થોમ્બરે અને રિયા ભાટિયા પણ છે.

આ ટીમોનો પડકાર ; ટુર્નામેન્ટમાં ભારત સિવાય ચીન, ઇન્ડોનેશિયા, કજાકીસ્તાન, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને પેસિફિક ઓશિયાના ટીમ ભાગ લેશે.

ફેડ કપનું પ્રારૂપ : ૬ થી ૮ ફ્રેબુઆરી સુધી રાઉન્ડ રોબીન મેચ હશે. પુલ-એમાં ૩ જ્યારે પુલ-બીમાં ૪ ટીમ હશે. ૯ ફ્રેબુઆરીના પ્લેઓફ મેચ હશે. પ્રત્યેક પુલના વિજેતા એક-બીજાથી રમશે, જેનાથી એ નક્કી થશે કે, કયો દેશ વર્લ્ડ સમૂહ પ્લે-ઓફમાં સામેલ થશે.

મહક આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં સામેલ થનારી મધ્યપ્રદેશની પ્રથમ ખેલાડી છે. તેની પહેલા સિનીયર ભારતીય ટીમમાં કોઈ પણ મહિલા અથવા પુરુષ ખેલાડી સામેલ થયા નથી. ૧૭ વર્ષની ઉમર હોવાથી તેમને બધા ગ્રાંડ સ્લેમના જુનિયર વર્ગમાં રમવાની માન્યતા છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તે માત્ર સિનીયર વર્ગમાં જ પડકાર પ્રસ્તુત કરી રહી છે. મહકે અંતિમ ગ્રાંડ સ્લેમ ૨૦૧૭ માં યુએસ ઓપનના રૂપમાં રમી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY