ભારતીય ટીમના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર Rajinder Pal નું અવસાન

0
138
Former Test cricketer Rajinder Pal passes away

ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી Rajinder Pal નું દેહરાદૂનમાં હાર્ટ અટેકથી અવસાન થઈ ગયું છે. આ વાતની જાણકારી તેમના ભાઈ રવીન્દ્ર પાલે આપી છે. રાજેન્દ્ર પાલનું અવસાન ૮૦ વર્ષની ઉમરમાં થયું છે. ભૂતપૂર્વ ખેલાડી રાજેન્દ્ર પાલની બે પુત્રીઓ છે. ૬ મેના હાર્ટ અટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બુધવારે મોડી સાંજે રાજેન્દ્ર પાલનું અવસાન થઈ ગયું હતું.

હકીકતમાં, રાજેન્દ્ર પાલ મૂળભૂત રૂપથી દિલ્હીના રહેનારા હતા, પરંતુ આ સમયે તે છેલ્લા ૧૮ વર્ષથી શિમલા બાઈ પાસ રોડ પર આવેલ ૪૦ પ્રકાશ લોક કોલોનીમાં રહી રહ્યા હતા. ઉતરાખંડમાં તે ક્રિકેટ ગતિવિધિઓના પ્રોત્સાહન આપવા અને રાજ્યને બોર્ડથી માન્યતા અપાવવા માટે કામ કરી રહ્યા હતા. તેની સાથે જ તે ઉત્તરાખંડમાં ક્રિકેટ એસોસિએશનથી પણ જોડાયા હતા, આ એસોસિએશનના અધ્યક્ષ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત છે.

જ્યારે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતને તેમના હાર્ટ અટેકની જાણ થઈ તો તે ત્યાં તેમન જોવા માટે હોસ્પિટલ પહોચ્યા અને ડોકટરોથી તેમની હાલ-ચાલ વિષે પૂછ્યું હતું. ડોકટરોના અનુસાર તેમના ફેફસા અને કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. રાજેન્દ્ર પાલના અવસાનથી ઉત્તરાખંડ અને દેશભરના ક્રિકેટ પ્રેમિયોને પણ દુઃખ છે.

જો રાજેન્દ્ર પાલના ક્રિકેટ સફરની વાત કરીએ તો તેમને ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં માત્ર એક ટેસ્ટ રમી છે, જે ૧૯૬૪ માં મુંબઈમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. તેમને ૯૮ ફર્સ્ટ ક્લાસ મેચ ઇનિંગ રમી હતી. રાજેન્દ્ર પાલે પોતાની બેટિંગથી ૧૦૪૬ રન બનાવ્યા હતા અને બોલિંગમાં ૩૩૭ વિકેટ પણ લીધી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY