ઓલોમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને ૫-૩ થી હરાવી ફ્રાન્સ ક્રોસઓવરમાં

0
118

1. ફ્રાન્સ – આર્જેન્ટિના

ફ્રાન્સે પુલ-એમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા આર્જેન્ટિનાને ૫-૩ થી હરાવી મોટો ઉલટફેર કર્યો છે. આ જીત સાથે ફ્રાન્સે પુલ-એમાં બીજા સ્થાન પર રહેતા ક્રોસઓવરમાં જગ્યા બનાવી હતી. જયારે, હાર હોવા છતાં આર્જેન્ટિના પુલમાં ટોપ પર રહી અને તેને સીધી ક્વાર્ટર ફાઈનલમાં રમવાની તક મળી ગઈ હતી. ફ્રાંસની જીતની સાથે સ્પેનની ટીમ ટુર્નામેન્ટમાં બહાર થઈ ગઈ છે.

2. ફ્રાન્સ – આર્જેન્ટિના

પ્રથમ ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ દબદબો બનાવ્યો હતો. ૧૮ મી મિનીટ હ્યુગો જેનસ્ટેટે ગોલ કરી ફ્રાન્સથી આગળ કરી દીધું હતું. બીજા ક્વાર્ટરમાં પાંચ ગોલ થયા, જેમાંથી ચાર ફ્રાન્સે કર્યા હતા. ફ્રાન્સને ૨૩ મી મિનીટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર વિક્ટર ચાર્લેટે ગોલ કરી ફ્રાન્સને ૨-૦ થી આગળ કરી દીધું હતું. ત્રણ મિનીટ બાદ એરિસ્ટિડે કોઇઝેને ફ્રાન્સને ૩-૦ થી આગળ કરી દીધા હતા. આર્જેન્ટિના તરફથી લુકાસ માર્ટિનેજે ૨૮ મિનીટમાં ગોલ કર્યો હતો. આ ક્વાર્ટરની અંતિમ મિનીટમાં ગેસપાર્ડ બાઉમાર્ગટેને શાનદાર પાસ પર ડાઈવ મારી ગોલ કર્યો અને ફ્રાંસને ૪-૧ ની મજબૂત લીડ અપાવી દીધી હતી.

આર્જેન્ટિનાને ત્રીજા ક્વાર્ટરમાં ૪૩ મી મિનીટમાં પપેનલ્ટી કોર્નર મળ્યું, જેના પર ગોંજાલો પીલાટે પોતાની ટીમનો બીજો ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ગોંજાલો પીલાટે ૪૮ મી મિનીટમાં એક અને પેનલ્ટી કોર્નરને ગોલમાં બડી આર્જેન્ટિના માટે ત્રીજો ગોલ કર્યો હતો. ૫૪ મી મિનીટમાં ફ્રાંકોઈસ ગોએટે ગોલ કરી ફ્રાન્સને ૫-૩ થી આગળ કરી દીધું અને અહીંથી આર્જેન્ટિના માટે વાપસી કરવું મુશ્કેલ થઈ ગયું છે.

3. ફ્રાન્સ – આર્જેન્ટિના

વર્લ્ડ કપમાં રમી રહેલી ૧૬ ટીમોને ચાર પુલમાં રાખવામાં આવી છે. પ્રત્યેક પુલમાં ચાર ટીમો છે. પ્રત્યેક પુલથી ટોપ પર રહેનારી ટીમ સીધા ક્વાર્ટર ફાઈનલ રમશે. પુલ-એમાં બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ પુલ-બીમાં ત્રીજા અને બીજા સ્થાનની ટીમોથી મેચ રમશે. તેને જ ક્રોસઓવરનું નામ આપવામાં આવ્યું છે. આવી રીતે પુલ-સીમાં બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ પુલ-ડીમાં ત્રીજા અને બીજા સ્થાન પર રહેનારી ટીમોથી ક્રોસઓવર મેચ રમશે. ક્રોસઓવર મુકાબલો જીતનારી ટીમને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા મળશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY