આ અંદાજમાં Virat Kohli એ ખવડાવી અનુષ્કા શર્માને કેક, તસ્વીર વાયરલ

0
785

1. આ અંદાજમાં Virat Kohli એ ખવડાવી અનુષ્કા શર્માને કેક, તસ...


ઇન્ડીયન ક્રિકેટ ટીમના કેપ્ટન Virat Kohli ની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે પોતાના ૩૦ માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. લગ્ન બાદ અનુષ્કાનો આ પ્રથમ બર્થડે છે. આ તક પર વિરાટ કોહલીએ અનોખા અંદાજમાં ટ્વીટર પર અનુષ્કાને બર્થડે વિશ કર્યું છે.

2. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર પર અનુષ્કા શર્માને વિશ કરતા લખ્યું છે કે, હેપ્પી બર્થ-ડે માઈ લવ… આઈ નો યુ આર મોસ્ટ એન્ડ પોઝીટીવ પર્સસન… લવ યૂ…! લગ્ન બાદ અનુષ્કા પોતાના બર્થડેનો જશ્ન મનાવી રહ્યા નથી પરંતુ પોતાના પતિ સાથે બેંગ્લોરમાં સમય પસાર કરી રહી છે. બર્થડે પર અનુષ્કા વિરાટ અને પોતાના ફેમેલી સાથે ડીનર પર જશે.

3. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

રવિવારે આઈપીએલમાં રમાયેલી મેચ દરમિયાન વિરાટ કોહલીએ નોટઆઉટ ૬૮ રન બનાવ્યા અને ટીમને ૧૭૫ રનસુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્ટેડીયમમાં હાજર અનુષ્કા શર્માએ તેમને ફ્લાઈંગ કિસ આપી, જે ઘણી વાયરલ થઈ રહી છે.

4. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી આ બંનેના અફેરની ચર્ચાઓ બાદ આ કપલ ગયા વર્ષે ૨૦૧૭ ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. ટીમ ઇન્ડિયાના ટોપ બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડની ટોપ અભિનેત્રી અનુષ્કાની આ જોડી હંમેશા ચર્ચાઓમાં રહે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY