વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ મેચ માટે ‘World XI’ ટીમની જાહેરાત

0
270
ICC Have Announced The ‘World XI’ Squad For The Charity Match Against Windies

વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૧ મેના લોર્ડ્સમાં રમાવનારી એકમાત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ માટે સપૂર્ણ આઈસીસી ‘World XI’ની જાહેરાત કરી દેવામાં આવી છે. આઈસીસીએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વ્રારા આ બાબતની જાણકારી આપી હતી. આ ટીમના ૯ ખેલાડીઓના નામનું એલાન પહેલાથી જ કરવામાં આવી ચુક્યું હતું. ત્યાર બાદ હવે તેમાં ન્યૂઝીલેન્ડના લ્યુક રોંચી અને મિચેલ મેક્લેઘનને સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમની કેપ્ટનશીપ ઇંગ્લેન્ડના લિમિટેડ ઓવર ટીમના કેપ્ટન ઈયોન મોર્ગન કરશે.
આ ટીમમાં ભારતના બે, ન્યૂઝીલેન્ડના બે, પાકિસ્તાનના બે, બાંગ્લાદેશના બે અને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડના એક-એક ખેલાડી સામેલ કરવામાં આવ્યા છે.

આ મેચનું આયોજનનો અરજ એંગુઈલાના રોલેન્ડ વેબસ્ટર પાર્ક, એન્ટિગુઆના સર વિવીયન રિચાર્ડ્સ સ્ટેડિયમ અને ડોમિનિકાના વિન્સન્ડર પાર્ક સ્ટેડિયમના પુનર્નિર્માણ માટે ભંડોળ ભેગું કરવાનું છે. આ બધા સ્ટેડીયમ ઈરમા અને મારિયા તોફાનોમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. વર્લ્ડ ઈલેવન સામે રમાવનારી મેચ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની આગેવાની કાર્લોસ બ્રેઈથવેઇટને છોપવામાં આવી છે. વિસ્ફોટક બેટ્સમેન ક્રીસ ગેલ, માર્લોન સેમ્યુઅલ્સ, સેમુઅલ બદ્રી અને આન્દ્રે રસેલ પણ ટીમના ભાગ હશે.

આઈસીસી વર્લ્ડ ઈલેવન ટીમ આ પ્રકારે છે :

ઇયોન મોર્ગન (કેપ્ટન, ઇંગ્લેન્ડ)

દિનેશ કાર્તિક (ભારત)

હાર્દિક પંડ્યા (ભારત)

થીસારા પેરેરા (શ્રીલંકા)

રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

મિચેલ મેક્લેઘન (ન્યૂઝીલેન્ડ)

લ્યુક રોંચી (ન્યૂઝીલેન્ડ)

શાહિદ આફ્રીદી (પાકિસ્તાન)

શોએબ મલિક (પાકિસ્તાન)

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)

તામીમ ઇકબાલ (બાંગ્લાદેશ)

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝે ટોપ ઈલેવન સામે રમાવનારી ચેરિટી ટી-૨૦ મેચ માટે વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલને લગભગ દોઢ વર્ષ બાદ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ કાર્ય છે. આ મેચ દ્વ્રારા ડોપિંગ ઉલ્લંઘનના કારણે લાગેલા પ્રતિબંધ બાદ જમૈકાના નિવાસી આન્દ્રે રસેલની આંતરરાષ્ટ્રીય ટી-૨૦ પ્રારૂપમાં વાપસી થશે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ પ્રકારે છે :

સેમ્યુઅલ બદ્રી, કાર્લોસ બ્રેઈથવેઇટ (કેપ્ટન), રાયદ એમિરિટ, આન્દ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, એવિયન લુઇસ, એશ્લે નર્સ, કેમો પોલ, રોવમેન પોવેલ, દિનેશ રામદીન (વિકેટકીપર), આન્દ્રે રસેલ, માર્લોન સેમ્યુઅલ્સ, ક્રેસિક વિલિયમ્સ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY