ICC ODI Rankings : ભારતીય ટીમને રેન્કિંગમાં થયું નુકસાન, ઇંગ્લેન્ડ ટીમ ટોપ પર

0
103
ICC ODI rankings England dethrone India to clinch top spot after 5 years

આઈસીસીની વનડે ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડે ભારતીય ક્રિકેટ ટીમને પાછળ છોડતા પ્રથમ સ્થાન મેળવી લીધું છે. તાજેતરની ICC ODI Rankings માં ઇંગ્લેન્ડ ૮ પોઈન્ટના ફાયદા સાથે પ્રથમ નંબર પર પહોંચી ગઈ છે. જયારે ટીમ ઇન્ડિયાને ૧ પોઈન્ટનું નુકસાન થયું અને તેમના ૧૨૨ પોઈન્ટ થઈ ગયા, જેના કારણે તે બીજા નંબર પર આવી ગઈ છે. જ્યારે ઇંગ્લેન્ડ ૫ વર્ષ બાદ વનડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે. અંતિમ વખત તે વર્ષ ૨૦૧૩ માં નંબર ૧ વનડે ટીમ બની હતી.

ઇંગ્લેન્ડે કોચ ટ્રેવોરબેલિસના માર્ગદર્શન અને કેપ્ટન ઇયોન મોર્ગનની આગેવાનીમાં ૨૦૧૪-૧૫ સીઝન બાદ રમાયેલી ૬૩ માંથી ૪૧ મેચમાં જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે પોતાની છેલ્લી ૬ વનડે સીરીઝ જીતી છે અને ૨૦૧૭ માં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પણ પ્રવેશ કર્યો હતો. તેની સાથે તે ૨૦૧૯ માં રમાવનાર વર્લ્ડ કપ ટાઈટલ પ્રબળ દાવેદારોમાંથી એક છે. વનડે રેન્કિંગમાં ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકા, ચોથા પર ન્યૂઝીલેન્ડ અને પાંચમાં નંબર પર ઓસ્ટ્રેલીયન ટીમ છે.

ટેસ્ટ ટીમની રેન્કિંગની વાત કરીએ તો ઇંગ્લેન્ડ પાંચમાં સ્થાન પર છે. જેમાં ભારતીય ટીમ પ્રથમ સ્થાન પર રહેલી છે. તેના સિવાય, ટી-૨૦ રેન્કિંગમાં પણ ઇંગ્લેન્ડની ટીમ પાંચમાં સ્થાન પર જ છે અને પાકિસ્તાને પ્રથમ સ્થાન પોતાના નામે કરી લીધું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY