ઇમરાન તાહિર બન્યા સાઉથ આફ્રિકાના નંબર-૧ ટી-૨૦ બોલર, ડેલ સ્ટોનનો તોડ્યો રેકોર્ડ

0
126

1. ઇમરાન તાહિર

લેગ સ્પિનર ઇમરાન તાહિરની પાંચ વિકેટના આધારે સાઉથ આફ્રિકાએ પ્રથમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેને ૩૪ રનથી હરાવી દીધું હતું. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા. જયારે ઇમરાન તાહિરની શાનદાર બોલિંગ સામે મેહમાન ટીમ ૧૨૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

ઇમરાન તાહીરે ૩૭ મી મેચમાં ૫ વિકેટ લીધી
આ મેચમાં પચંહ વિકેટ લેવાની સાથે જ ઇમરાન તાહિર સાઉથ આફ્રિકાના બેસ્ટ ટી-૨૦ બોલર બની ગયા હતા. આ તેમની ૩૭ મી ટી-૨૦ મેચ હતી. આ મેચ બાદ તેમની ૩૭ ટી-૨૦ મેચમાં ૬૨ વિકેટ થઈ ગઈ હતી. ઇમરાન તાહિરે તેમની સાથે જ ડેલ સ્ટેનને પાછળ છોડી દીધા હતા. ડેલ સ્ટેનના નામે ૪૨ ટી-૨૦ મેચમાં ૫૮ વિકેટ નોંધાયેલ છે. ટી-૨૦ માં સૌથી વધુ ૯૮ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રીદીના નામે છે.

2. ઇમરાન તાહિર

૩૯ વર્ષના ઇમરાન તાહિર નવી બોલથી બોલિંગ કરવા ઉતર્યા અને તેમને ઝિમ્બાબ્વેની પ્રથમ ત્રણ વિકેટ લીધી હતી. તેમને પોતાના બીજા સ્પેલમાં સતત બે બોલમાં બે વિકેટ પ્રાપ્ત કરી હતી. તેના કારણે મેહમાન ટીમનો સ્કોર છ વિકેટે ૬૫ રન થઈ ગયો હતો. પીટર મુરે ડાબા હાથના સ્પિનર તબરેજ શમ્સી પર સતત ચાર સિક્સર ફટકારી હતી. તેમને બ્રેન્ડન માવુતાની સાથે આઠમી વિકેટ માટે ૧૯ બોલમાં ૫૩ રન જોડી ઝિમ્બાબ્વે ટીમ માટે આશા જીવંત કરી હતી. પરંતુ તે ભાગીદારી તુટતા જ મેહમાન ટીમની હાર નક્કી થઈ ગઈ હતી. મુરે ૨૧ બોલમાં ૪૪ જ્યારે માવુતાએ ૧૪ બોલમાં ૨૮ રન બનાવ્યા હતા.

3. ઇમરાન તાહિર

આ અગાઉ સાઉથ આફ્રિકા માટે ડેબ્યુ કરી રહેલા રેસી વાન ડુસેને ૫૬ રનની ઇનિંગ રમી હતી. તે એવા સમયે ક્રીઝ પર ઉતર્યા હતા જયારે બીજી ઓવરમાં ટીમ ૧૧ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ સંકટમાં આવી ગઈ હતી. ડુસેને ડેવિડ મિલર સાથે ચોથી વિકેટ માટે ૬૬ બોલમાં ૮૭ રનની ભાગીદારી પણ કરી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે પણ ૨૦ બોલમાં ૩૪ રનની ઇનિંગ રમી હતી. ઝિમ્બાબ્વે તરફથી કાઈલ જાર્વિસે ૩૭ રનમાં ત્રણ જયારે ક્રીસ મોફુએ ૨૪ રનમાં બે વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વે અન્ડર-૧૯ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને લેગ સ્પિનર માવુતાએ ચાર ઓવરમાં ૧૯ રન આપી એક વિકેટ પ્રાપ્ત કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY