પાંચમી યુથ વનડે : India એ શ્રીલંકાને ૮ વિકેટથી હરાવી ૩-૨ થી સીરીઝ જીતી

0
59

1. India – Sri Lanka

કોલંબોમાં India અન્ડર-૧૯ ટીમે શ્રીલંકા અન્ડર-૧૯ ને પાંચમી અને અંતિમ યુથ વનડેમાં ૮ વિકેટથી હરાવી ૫ મેચની સીરીઝ ૩-૨ થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૧૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇન્ડિયાએ ૪૨.૪ ઓવરમાં ૨ વિકેટે ૨૧૪ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ઇન્ડિયાના યશસ્વી જયસ્વાલે અણનમ ૧૧૪ રનની ઇનિંગ રમી હતી.

2. ઇન્ડિયા – શ્રીલંકા

શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ તેમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ વિકેટ માત્ર ૩૨ રનના સ્કોર પર પરનવિતનાના રૂપમાં પડી હતી. ત્યાર બાદ બીજી વિકેટ માટે પડવા પર ટીમનો સ્કોર ૩૩/૨ થઈ ગયો હતો. નિશાન મદુશંકા અને નિપુણ ધનંજયે ૧૦૧ રનની ભાગીદારી કરી ટીમને મુશ્કેલથી બહાર લાવી હતી. બંનેના આઉટ થતા જ શ્રીલંકાના અન્ય બેટ્સમેન સ્કોર ઝડપી રન બનાવી શક્યા નહી અને સપૂર્ણ ટીમ ૯ વિકેટે ૨૧૨ રન જ બનાવી શકી હતી. ભારત માટે મોહિત જાંગરાએ સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી. તેના સિવાય અજય દેવ, સિદ્ધાર્થ દેસાઈ અને હર્ષ ત્યાગીએ ૧-૧ વિકેટ લીધી હતી.

3. ઇન્ડિયા – શ્રીલંકા

ટાર્ગેટનો પીછો કરતા ભારત માટે યશસ્વી જયસ્વાલ અને દેવદત પદીકકલે ૭૧ રન જોડ્યા હતા. ત્યાર બાદ દેવદત ૩૮ રન બનાવી આઉટ થઈ ગયા હતા. જયસ્વાલ એક તરફ ટક્યા રહ્યા અને સ્કોર આગળ વધારતા રહ્યા હતા. તેમનો સાથ પવન શાહે આપ્યો હતો. જયસવાલ સદી બનાવ્યા બાદ પણ ક્રીઝ પર ટક્યા રહ્યા અને ભારતે ૨ વિકેટે ૨૧૪ રન બનાવી મેચ જીતી લીધી હતી. ભારતે સતત બીજી જીત પ્રાપ્ત કરી સીરીઝ ૩-૨ થી સીરીઝ જીતી લીધી હતી. શ્રીલંકા માટે માનસિંઘે અને આવિષ્કા લક્ષને ૧-૧ વિકેટ લીધી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY