ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત

0
163

1. ભારતીય ટીમ

ભારત-ઓસ્ટ્રેલિયાના વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ૧૨ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. મેચ ગુરૂવારથી એડિલેડના ધ ઓવલ ગ્રાઉન્ડમાં રમાવવાની છે. મેચના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી છે અને ત્યાર બાદ ભારતે ૧૨ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતની ૧૨ સભ્યોની ટીમમાં રોહિત શર્માને પણ સામેલ કરી લીધા છે.

2. ભારતીય ટીમ

ઇનિંગની શરૂઆત મુરલી વિજય અને લોકેશ રાહુલ કરી શકે છે. જયારે રવીન્દ્ર જાડેજા ટીમના ભાગ નથી. ભુવનેશ્વર કુમારને પણ ૧૨ સભ્યોની ટીમમાં સાલે કરવામાં આવ્યા નથી. ઝડપી બોલિંગ માટે મોહમ્મદ શામી, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ પર ટીમ મેનેજમેન્ટે ભરોસો જતાવ્યો છે. ૧૨ સભ્ય ટીમમાં હનુમા વિહારી પણ સામેલ છે અને રોહિત શર્મા પણ છે. આ બંનેમાંથી કોઈ એક ને જ પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા મળશે. ઓસ્ટ્રેલિયાની જેમ ભારત પણ ચાર સ્પેશિયાલિસ્ટ બોલર સાથે ઉતરશે.

3. ભારતીય ટીમ

ભારતીય ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન) રોહિત શર્મા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.

ઓસ્ટ્રેલિયન ટીમ આ પ્રકાર છે : એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેન્ડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટીમ પેન (કેપ્ટન), પેટ કમિન્સ, મિચેલ માર્શ, નાથન લિયોન, જોશ હેઝલવુડ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY