વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન

0
179
India vs West Indies 2018 Hosts name 12-member squad for second Test in Hyderabad

વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવનનું એલાન કરી દીધું છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટીમમાં એક પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટેસ્ટ ટીમમાં પહેલા સામેલ કરવામાં આવેલ મયંક અગ્રવાલને અંતિમ ૧૨ ખેલાડીઓમાં જગ્યા મળી નથી.

આ અગાઉ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, હૈદરાબાદમાં રમાવનાર બીજી ટેસ્ટ મેચમાં અમુક ખેલાડીઓને આરામ આપી મયંક અગ્રવાલને તક આપવામાં આવી શકે છે. એવામાં મયંક અગ્રવાલને ભારતીય ટીમમાં ડેબ્યુ માટે રાહ જોવી પડશે.
છેલ્લી મેચની જેમ આ મેચમાં પણ મધ્યક્રમની જવાબદારી કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પર રહેશે.

ભારતીય ટીમે પહેલાથી જ રાજકોટ ટેસ્ટ મેચને જીતી સીરીઝમાં ૧-૦ ની લીડ બનાવી રાખી છે જયારે બીજી મેચમાં ભારતની નજર ક્લીન સ્વીપ પર રહેશે. રાજકોટમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને ખુબ જ ખરાબ રીતે હરાવ્યું હતું. આ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને ઇનિંગ અને ૨૭૨ રનથી હરાવી ટેસ્ટની સૌથી મોટી જીત પ્રાપ્ત કરી હતી.

હૈદરાબાદમાં રમાવનારી મેચ પણ કંઇક એવી જ હોવાની આશા રહેશે પરંતુ આ મેચમાં ભારતીય ટીમને સાવચેત રહેવાની પણ જરૂરત હશે. વાસ્તવમાં આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમમાં બે એવા ખેલાડીઓની વાપસી થઈ રહી છે જે ભારતને મુશ્કેલમાં પાડી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં કેપ્ટન જેસન હોલ્ડર અને કેમાર રોચની વાપસી થઈ શકે છે. આ બંને ખેલાડી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યા નહોતા. કેપ્ટન જેસન હોલ્ડર ઈજાના કારણે બહાર હતા અને કેમાર રોચ દાદીનું અવસાનના કારણે ટીમથી જોડાઈ શક્યા નહોતા.

ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), ચેતેશ્વર પુજારા, પુર્થ્વી શો, ઋષભ પંત, લોકેશ રાહુલ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શામી, શાર્દુલ ઠાકુર.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY