એક જ ટીમના બે ખેલાડીઓ પાસે છે IPL-11 ની ઓરેન્જ અને પર્પલ કેપ

0
314
IPL-11 Trent Boult edges Purple Cap, Rishabh Pant grabs Orange Cap

ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૧ (IPL-11) મી સીઝનની શરૂઆત શાનદાર રૂપથી થઈ છે. અત્યાર સુધી રમાયેલી લગભગ દરેક મેચ રોમાંચક રહી છે. રોમાંચક મેચ દરમિયાન આઈપીએલમાં ખેલાડીઓની વચ્ચે પણ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે જંગ રહે છે. પરંતુ હેરાની કરનારી વાત એ છે કે, જે ટીમની પાસે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ હોવા છતાં ટીમ નીચલા ક્રમ પર ચાલી રહી છે. તે ટીમ કોઈ બીજી નહિ પરંતુ દિલ્હી ડેરડેવિલ્સ છે. દિલ્હી ડેરડેવિલ્સ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે પણ પોતાના નીચલા ક્રમને ઉપર લઇ શકવા સફળ રહ્યું નથી.

તમને જણાવી દઈએ કે, બે ખેલાડીઓની પાસે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ આવી ગઈ છે. એક તરફ ન્યૂઝીલેન્ડના ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને બીજી તરફ યુવા ખેલાડી ઋષભ પંત છે. આ બંને ખેલાડીઓએ પોતાનું આ સીઝનમાં શાનદાર પ્રદર્શન આપ્યું છે.

દિલ્હી ટીમના સ્ટાર ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ ઇન્ડીયન પ્રીમિયર લીગની આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. જયારે તેમની જ ટીમના યુવા ખેલાડી ઋષભ પંતે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આઈપીએલમાં ટ્રેન્ટ બોલ્ટના નામે ૧૩ વિકેટ છે. એટલા માટે તે પર્પલ કેપના હકદાર બન્યા છે અને ઋષભ પંતના નામે હવે નવ મેચમાં ૩૭૫ રન છે તેના કારણે તે ઓરેન્જ કેપના હકદાર બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગના આધારે દિલ્હી ડેરડેવિલ્સે આઈપીએલ-૧૧ ની વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સને ડકવર્થ લુઇસ નિયમના આધારે ચાર રનથી હરાવી દીધું હતું. દિલ્હી ડેરડેવિલ્સે રાજસ્થાન રોયલ્સથી જયપુરમાં મળેલી હારનો બદલો પણ લઇ લીધો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY