IPL 2018 : ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પ્રતિષ્ઠા બચાવવા ઉતરશે Delhi Daredevils

0
258
Delhi Daredevils

આઈપીએલમાં એક વખત ફરીથી અંતિમ સ્થાન પર રહેવાની શર્મનાક પરીસ્થિતિનો સામનો કરી રહેલી Delhi Daredevils ની ટીમ આઈપીએલના નોકઆઉટ માટે પહેલા જ ક્વોલીફાય કરી ચુકેલા ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવીને પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદાથી ઉતરશે. સુપરકિંગ્સ ૧૨ મેચોમાં આઠ જીતથી ૧૬ અંકની સાથે પહેલા જ નોકઆઉટમાં સ્થાન બનાવી ચુકી છે જયારે દિલ્હીની ટીમ આટલી જ મેચોમાં ફક્ત ત્રણ જીતથી ૬ અંકની સાથે અંતિમ સ્થાન પર ચાલી રહી છે અને જો તે પોતાની બાકી બચેલી બંને મેચો પણ જીતી લે છે તો પણ તેનું સ્થાન લગભગ નક્કી છે. દિલ્હીની ટીમ આ પહેલા ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૧૪ માં પણ છેલ્લા સ્થાન પર રહેવાની શર્મનાક સ્થિતિનો સામનો કરી ચુકી છે.

બીજી તરફ સુપરકિંગ્સ આ મેચમાં જીતની સાથે શીર્ષ બેમાં પોતાની જગ્યા પાક્કી કરવા ઈચ્છશે. જેનાથી તેને ફાઈનલ માટે ક્વોલીફાય કરવાના બે અવસર મળે. દિલ્હી પાસે ૩૦ એપ્રિલે પુણેમાં સુપરકિંગ્સ વિરુદ્ધ પુણેમાં ૧૩ રનની હારનો બદલો ચુકવવાનો પણ ચાન્સ મળશે. આ મેચમાં સુપરકિંગ્સની જીતના હીરો શેન વોટસન અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહ્યા હતા. વોટસને ૪૦ બોલમાં ચાર ચોક્કા અને સાત છક્કાની મદદથી ૭૮ જયારે ધોનીએ ૨૨ બોલ્સમાં પાંચ છક્કા અને બે ચોક્કાની મદદથી અણનમ ૫૧ રન બનાવ્યા હતા. હાલના સત્રમાં ડેરડેવિલ્સને તેના મોટા નામોએ નિરાશ કર્યા છે.

ટીમની બેટિંગ પૂર્ણ રીતે ઋષભ પંત અને કેપ્ટન શ્રેયસ ઐયર પર નિર્ભર રહી છે. પંતે અત્યાર સુધી ૧૨ મેચોમાં એક શતક અને ચાર અર્ધશતકના કારણે ૫૨.૯૦ ની શાનદાર સરેરાશથી ૫૮૨ રન જોડ્યા છે. ઐયર પણ ૧૨ મેચોમાં ૪૨.૮૮ ની સરેરાશથી ૩૮૬ બનાવી ચુક્યા છે જેમાં ચાર અર્ધશતક શામેલ છે. યુવા પૃથ્વી શોએ સાત મેચોમાં ૩૦ થી થોડા વધારેની સરેરાશથી ૨૧૬ રન બનાવ્યા છે. ઐયર અને પૃથ્વી બન્ને જો કે છેલ્લી બે મેચોમાં આશા અનુસાર પ્રદર્શન કરવામાં નાકામ રહ્યા છે અને ટીમને કાલે તેમની પાસે લાંબી ઇનિંગની આશા હશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY