Rishabh Pant એ સનરાઇઝર્સ સામે સદી ફટકારવાની સાથે બનાવ્યો આ અનોખો રેકોર્ડ

0
417

1. Rishabh Pant એ સનરાઇઝર્સ સામે સદી ફટકારવાની સાથે બનાવ્ય...

આઈપીએલ ૨૦૧૮ માં ફિરોઝશાહ કોટલા મેદાનમાં Rishabh Pant એ વિસ્ફોટક ૧૨૮ રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારનાર ઋષભ પંતે ૬૩ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૭ સિક્સરની મદદથી અણનમ ૧૨૮ રન બનાવ્યા હતા. આ સીઝનમાં કોઈ બેટ્સમેન સર્વોચ્ય વ્યક્તિગત સ્કોર પણ છે. ૨૦ વર્ષના ઋષભ પંતે આઈપીએલ અને ટી-૨૦ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયા હતા. તેમને મુરલી વિજયનો રેકોર્ડ તોડ્યો હતો.

2. ઋષભ પંતે સનરાઇઝર્સ સામે સદી ફટકારવાની સાથે બનાવ્યો આ અન...

ઋષભ પંતનો ટી-૨૦ ક્રિકેટમાં આ બીજી સદી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટુર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે ૩૮ બોલમાં ૧૧૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઋષભ પંતે ૧૨૮ રનની ઇનિંગમાં ૧૦૨ રન ચોગ્ગા અને સિક્સરથી બનાવ્યા હતા. ઋષભ પંત એક માત્ર ભારતીય બેટ્સમેન છે જેમને આઈપીએલમાં ૧૦૦ થી વધુ રન ચોગ્ગા-સિક્સર બનાવ્યા હોય. તેની સાથે જ ઋષભ પંત આઈપીએલમાં સૌથી નાની ઉમરમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. ઋષભ પંતે આઈપીએલની ૩૫ મેચમાં એક સદી અને ૬ અડધી સદીના આધારે ૧૦૮૫ રન બનાવી ચુક્યા છે. તેમની સ્ટ્રાઈક રેટ ૧૬૩ ની છે.

3. ઋષભ પંતે સનરાઇઝર્સ સામે સદી ફટકારવાની સાથે બનાવ્યો આ અન...

આઈપીએલ ઈતિહાસના ટોપ ૫ સ્કોરર
ક્રીસ ગેલ – ૧૭૫ અણનમ
બ્રેન્ડન મેક્કુલમ – ૧૫૮ અણનમ
એબી ડી વિલિયર્સ – ૧૩૩ અણનમ
એબી ડી વિલિયર્સ – ૧૨૯ અણનમ
ક્રીસ ગેલ – ૧૨૮ અણનમ
ઋષભ પંત – ૧૨૮ અણનમ

4. ઋષભ પંતે સનરાઇઝર્સ સામે સદી ફટકારવાની સાથે બનાવ્યો આ અન...

આઈપીએલ ઈતિહાસના ટોપ-૫ ભારતીય બેટ્સમેન
ઋષભ પંત – ૧૨૮ અણનમ
મુરલી વિજય – ૧૨૭
વીરેન્દ્ર સહેવાગ – ૧૨૨
વીરેન્દ્ર સહેવાગ – ૧૧૯
રીદ્ધિમાન સાહા -૧૧૫ અણનમ

ટી-૨૦ ઇતિહાસમાં ટોપ-૫ ભારતીય બેટ્સમેન
ઋષભ પંત – ૧૨૮ અણનમ
મુરલી વિજય – ૧૨૭
સુરેશ રૈના – ૧૨૬ અણનમ
ઉન્મુક્ત ચંદ – ૧૨૫
વીરેન્દ્ર સહેવાગ – ૧૨૨

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY