IPL 2018 : મુંબઈ-બેંગ્લોર મેચમાં માં બે વખત એક બોલમાં બન્યા ૧૩ રન

0
350

IPL 2018 શરૂઆતથી ઘણી રોમાંચક મેચોની સાથે જોવા મળી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાયેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ટીમે મેચમાં એક નવું કારનામું કરી દેખાડ્યું છે.

બેંગ્લોરની ટીમે આઈપીએલ ક્રિકેટના ઇતિહાસમાં એક એવું કારનામું કર્યું છે જેને જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેચમાં બે વખત એક જ બોલ પર ૧૩ રન બનાવ્યા છે. આવું ક્રિકેટના ઇતિહાસમાં ભાગ્ય જ જોવા મળે છે કે, એક જ બોલ પર બે વખત ૧૩ રન બન્યા હોય.

પ્રથમ વખત જયારે બ્રેન્ડન મેક્કુલમ બેટિંગ કરી રહ્યા હતા તો તેમને મુંબઈ ઇન્ડિયન્સના બોલર જેપી ડયુમિની દ્વ્રારા ફેંકાયેલી નો બોલ ઉપર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ જયારે ફ્રી હિત મળી તો તેના ઉપર પણ બ્રેન્ડન મેક્કુલમે સિક્સર જ ફટકારી અને આવી રીતે એક જ બોલમાં ૧૩ રન આવ્યા હતા.

બીજી વખત જયારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમના મિચેલ મેકક્લેનાઘાન ઇનિંગની છેલ્લી ઓવરની લઈને આવ્યા ત્યારે બેંગ્લોર તરફથી કોલિન ડી ગ્રાંડહોમ રમી હતી. કોલિન ડી ગ્રાંડહોમે મિચેલ મેકક્લેનાઘાનની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી પરંતુ તે નો બોલ રહ્યો હતો. ત્યાર બાદ મળેલી ફ્રી હીટમાં પણ સિક્સર ફટકારી એક બોલ પર ૧૩ રન ફટકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ ૨૦૧૮ માં મુંબઈ ઇન્ડિયન્સ પર ૧૪ રનથી શાનદાર જીત મેળવી હતી. આરસીબીએ ૭ વિકેટે ૧૬૭ રન બનાવ્યા હતા. તેન જવાબમાં મુંબઈ ૭ વિકેટે ૧૫૩ રન જ બનાવી શક્યું હતું. આરસીબીની આ ૮ મેચમાં ત્રીજી જીત છે અને ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમ પહોંચી ગઈ છે. હવે મુંબઈને પ્લેઓફમાં બન્યા રહેવા માટે દરેક મેચ જીતવી પડશે.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમને ટીમ સાઉદીએ પ્રથમ ઝટકો આપ્યો હતો જયારે તેમને ઇશાન કિશાનને આઉટ કર્યા હતા. ઉમેશ યાદવે ત્યાર બાદ મેહમાન ટીમને સતત બે ઝટકા આપીને તેમની પરીસ્થિતિ ખરાબ કરી દીધી હતી. તેમને આગામી બોલ પર કેપ્ટન રોહિત શર્માને આઉટ કરી દીધા હતા. કેરોન પોલાર્ડ પણ ૧૨ રન બનાવી સિરાજની બોલિંગ પર આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ જેપી ડયુમિની ૨૩ રન બનાવી રન આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ કુર્ણાલ પંડ્યા ૨૩ રન બનાવી સિરાઝના શિકાર બન્યા હતા. હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી પરંતુ તે ટીમ જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને મુંબઈને આરસીબી સામે ૧૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY