આઈપીએલ ૨૦૧૯ : દિલ્હી ડેરડેવિલ્સે પોતાનું નામ બદલી રાખ્યું આ નામ….

0
169
IPL 2019 Delhi Daredevils change their name to Delhi Capitals

આઈપીએલની ૧૨ મી સીઝન પહેલા દિલ્હીએ પોતાની ટીમનું નામ દિલ્હી ડેરડેવિલ્સથી બદલી દિલ્હી કેપિટલ્સ રાખી દીધું છે. દિલ્હી ટીમની ફ્રેન્ચાઇઝીએ આ આ વાતની જાહેરાત ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ દ્વ્રારા જાહેર કરી છે. આ જ બાબતમાં દિલ્હીમાં એક ઇવેન્ટ પણ થઈ રહ્યો છે. દિલ્હીની ટીમ સોશિયલ મીડિયા પર છેલ્લા એક અઠવાડિયાથી ઘણી એક્ટીવ હતી અને અંતે નવા નામની જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હી કેપિટલ્સ ટીમના માલિકીનો હક JSW સ્પોર્ટ્સ અને GMR ગ્રુપની પાસે છે અને દિલ્હીની ટીમ પ્રથમ સીઝનથી જ આઈપીએલના ભાગ છે, પરંતુ ૧૧ સીઝનમાં અત્યાર સુધી તે એક વખત પણ ટુર્નામેન્ટ જીતવા સફળ થઈ શક્યું નથી.
કોર્પોરેટ ચેરમેન કિરન કુમાર અને JSW ના પાર્થ જિંદર ઇવેન્ટ દરમિયાન હાજર રહ્યા હતા. તેના સિવાય છેલ્લી સિઝનમાં અધવચ્ચે ગૌતમ ગંભીરની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ સંભાળનાર શ્રેયસ અય્યરે પણ ચાહકો માટે વિડીયો મેસેજ મોકલ્યો હતો.
દિલ્હી ટીમનું પ્રદર્શન છેલ્લી સીઝનમાં ઘણું નિરાશાજનક રહ્યું હતું અને તે ૧૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર રહી હતી.

તેમ છતાં દિલ્હીએ ૧૨ મી સીઝન માટે પોતાની ટીમમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. તેમને ગૌતમ ગંભીર, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ શામી જેવા દિગ્ગજ ખેલાડીઓનિ રિલીઝ કરી દીધા છે. તેમને ટ્રેડના આધારે સનરાઇઝર્સ હૈદરાબાદથી શિખર ધવનનિ પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તેના સિવાય ટીમમાં પહેલાથી જ પુર્થ્વી શો, શ્રેયસ અય્યર અને ઋષભ પંત જેવા બેટ્સમેન સામેલ છે. દિલ્હી કેપિટલ્સે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફનિ પણ સહાયક કોચ તરીકે ટીમમાં સામેલ કર્યા છે.
તેમ છતાં જોવાનું રહેશે કે, નામ બદલવાથી શું દિલ્હીની ટીમનું લક પણ બદલાશે અને તે પ્રથમ વખત આઈપીએલનું ટાઈટલ જીતવામાં સફળ રહેશે અથવા નહીં.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY