જાણો કિંગ્સ ઈલેવન પંજાબે ક્યાં ખેલાડીઓને કર્યા બહાર….

0
224
IPL 2019 Kings XI Punjab release Yuvraj Singh, Axar Patel, Aaron Finch

ક્યારેક ટી-૨૦ ક્રિકેટના વિસ્ફોટક બેટ્સમેન રહેલા યુવરાજ સિંહને કિંગ્સ ઈલેવન પંજાબે કરારો જટકો આપ્યો છે. ફ્રેન્ચાઈઝીએ તેમને આઈપીએલ ૨૦૧૯ ની હરાજી પહેલા રીલીઝ કરી દીધા છે. હવે ચાહકને યુવરાજ સિંહ પ્રીતિ ઝીંટાની ટીમમાં રમતા જોવા મળશે નહી. તેની સાથે એ પણ લાગવા લાગ્યું છે કે, હવે યુવરાજ સિંહની ક્રિકેટ કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

આંતરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં એક ઓવરમાં સતત ૬ સિક્સર ફટકારનાર યુવરાજ સિંહ છેલ્લી સીઝનમાં ફ્લોપ સાબિત થયા હતા. તેમને આઈપીએલની ૧૧ મી સીઝનની ૮ મેચમાં માત્ર ૧૦.૮૩ ની એવરજથી ૬૫ રન બનાવ્યા હતા. યુવરાજ સિંહની બેઝ પ્રાઈસ ૨ કરોડ હતી અને તેમને પંજાબે તે કિંમત પર ટીમમાં સામેલ કર્યા હતા.

આ ખેલાડી પણ થયા બહાર
૩૬ વર્ષીય યુવરાજ સિંહ સિવાય ડાબા હાથના સ્પિનર અક્ષ ર પટેલ અને ઓસ્ટ્રેલિયાના સીમિત ઓવરોની ટીમના કેપ્ટન એરોન ફિન્ચને પણ ટીમથી રીલીઝ કરી દેવામાં આવ્યા છે. એરોન ફિન્ચ પણ પોતાની ઓળખ અનુરૂપ પ્રદર્શન કરી શક્યા નથી. તેમને ૧૦ મેચમાં ૧૬.૭૫ ની એવરજથી ૧૩૪ રન જ બનાવ્યા હતા.

અક્ષર પટેલ એકમાત્ર એવા ખેલાડી હતી, જેને કિંગ્સ ઈલેવને ગઈ સીઝન માટે રિટેન કર્યા હતા. તે કિંગ્સ ઈલેવન પંજાબની સાથે ઘણા સમયથી છે, પરંતુ ડાબા હાથના આ ઓલરાઉન્ડર માટે પણ છેલ્લી સીઝન ખરાબ રહી નહોતી અને તેમને ૯ મેચમાં માત્ર ત્રણ વિકેટ લીધી હતી. તેના સિવાય ૧૩.૩૩ ની એવરજથી ૮૦ રન બનાવ્યા હતા.

રીલીઝ કરવામાં આવેલ ખેલાડી : યુવરાજ સિંહ, એરોન ફિન્ચ, મોહિત શર્મા, મનોજ તિવારી, બરીન્દર સરન, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહુ, મયંક ડાગર અને કશ્મીરના ખેલાડી મંજુર ડાર.

રિટેન કરવામાં આવેલ ખેલાડી : રવિચંદ્રન અશ્વિન, લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, એન્ડ્ર્યુ ટાઈ, મુજીબ ઉર રહેમાન, અંકિત રાજપૂત, ક્રીસ ગેલ અને ડેવિડ મિલર.

માર્કસ સ્ટોઈનીસના સ્થાન પર આરસીબીના મનદીપ સિંહ આ વખતે પંજાબ માટે રમશે. આઈપીએલની ૧૨ મી સીઝન માટે હરાજી ૧૭ ડિસેમ્બરના જયપુરમાં થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY