James Anderson એ તોડ્યો અનીલ કુંબલેનો આ રેકોર્ડ

0
215

1. James Anderson

ઇંગ્લેન્ડના ઝડપી બોલર James Anderson એ ભારત સામે લોર્ડ્સ ટેસ્ટમાં રહાણેની વિકેટ લેતા જ ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. જેમ્સ એન્ડરસને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનીલ કુંબલેનો ખાસ રેકોર્ડને તોડી દીધો છે.

2. જેમ્સ એન્ડરસન

જેમ્સ એન્ડરસનની આ ટેસ્ટ ક્રિકેટમાં ઘરેલું મેદાન પર ૩૫૧ મી વિકેટ હતી. તે તેની સાથે ઘરેલું ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારની બાબતમાં અનીલ કુંબલેને પાછળ છોડી બીજા ક્રમ પર પહોંચી ગયા છે. અનીલ કુંબલેએ ૬૩ ઘરેલું ટેસ્ટ મેચમાં ૨૪.૮૦ ની એવરજથી ૩૫૦ વિકેટ પ્રાપ્ત કરી હતી. આ બાબતમાં શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન પ્રથમ ક્રમ પર છે. તેમને પોતાના ઘરમાં સૌથી વધુ ૪૯૩ વિકેટ લીધી છે. મુથૈયા મુરલીધરનના નામ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ (૮૦૦) વિકેટ નોંધાયેલ છે.

3. જેમ્સ એન્ડરસન

૩૬ વર્ષીય જેમ્સ એન્ડરસને મે ૨૦૦૩ માં લોર્ડ્સ પર ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ તેમની ઘરેલું ધરતી પર ૮૦ મી ટેસ્ટ મેચ છે અને તે તેમાં ૩૫૧ વિકેટ લઇ ચુક્યા છે. લોર્ડ્સ ટેસ્ટ પહેલા તેમના નામે ઘરેલું મેદાન પર ૩૪૮ વિકેટ નોંધાયેલ હતી. તેમને મુરલી વિજયને આઉટ કર્યા હતા. ત્યાર બાદ તેમને લોકેશ રાહુલને જોની બેયરસ્ટોથી કેચ આઉટ કરાવી ઘરેલું મેદાન પર ટેસ્ટ મેચમાં ૩૫૦ વિકટ લીધી હતી. તે તેની સાથે અનીલ કુંબલેની બરાબરી પહોંચ્યાં હતા.

જેમ્સ એન્ડરસન ઘરની બહાર ૬૦ ટેસ્ટ મેચમાં ૧૯૬ વિકેટ પોતાના નામે કરી ચુક્યા છે, તેમાં તટસ્થ સ્થળો પર રમાયેલ મેચ સામેલ છે.

4. જેમ્સ એન્ડરસન

ઘરેલું ટેટ મેચમાં સૌથી વધુ વિકેટ

૪૯૩ મુથૈયા મુરલીધરન (શ્રીલંકા)

૩૫૧ જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ)

૩૫૦ અનીલ કુંબલે (ભારત)

૩૧૯ શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા)

૨૮૯ ગ્લેન મેકગ્રાથ (ઓસ્ટ્રેલિયા)

૨૭૫ રંગના હેરાથ (શ્રીલંકા)

૨૬૫ હરભજન સિંહ (ભારત)

૨૬૧ સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY