જિયોની આ ઓફરમાં ગ્રાહકોને થશે બમણો ફાયદો

0
252
Reliance Jio Announces 100% Cashback Offer, New 1699 Rupees Prepaid Recharge Plan

ટેલીકોમ સેક્ટરમાં પોતાના શાનદાર પ્લાન્સથી ધમાલ મચાવનારી કંપની જિયોએ એક નવો ધમાકો કર્યો છે. કંપનીએ પોતાના યુઝર્સના માટે દિવાળી ઓફર લોન્ચ કરી છે, જેમાં કંપનીએ ૧૬૯૯ રૂપિયાનો નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનની વેલીડીટી ૩૬૫ દિવસની છે. તેમાં કંપની ૫૪૭.૫ જીબી ૪જી ડેટા અનલિમિટેડ આપશે. એટલે યુઝર્સને દરરોજ ૧.૫ જીબી ડેટા ૪જી ની સ્પીડથી મળશે. ડેટા સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને ૧૦૦ એસએમએસ પ્રતિદિવસ મળશે.

તેની સાથે જ જિયોએ ૧૦૦% કેશબેક ઓફર પ્રસ્તુત કરી છે. આ ઓફરમાં યુઝર્સ જે પણ રિચાર્જ કરાવશે, તેને તેટલા રૂપિયાની કુપન આપવામાં આવશે. આ કૂપનનો ઉપયોગ રિલાયન્સ ડીઝીટલના ઓનલાઈન સ્ટોર પર જઈને કરાવી શકાશે.

આ પ્લાન્સ પર મળશે ફાયદો
કંપની દ્વ્રારા પ્રસ્તુત કરવામાં આવેલ કેશબેક ઓફરનો લાભ ૧૪૯ રૂપિયા, ૧૯૮ રૂપિયા, ૨૯૯ રૂપિયા, ૩૪૯ રૂપિયા, ૩૯૮ રૂપિયા, ૩૯૯ રૂપિયા, ૪૪૮ રૂપિયા, ૪૪૯ રૂપિયા, ૪૯૮ રૂપિયા, ૫૦૯ રૂપિયા, ૭૯૯ રૂપિયા, ૯૯૯ રૂપિયા, ૧૬૯૯ રૂપિયા, ૧૯૯૯ રૂપિયા, ૪૯૯૯ રૂપિયા અને ૯૯૯૯ રૂપિયાનો પ્લાન્સ પર મળશે.

આવી રીતે ઉઠાવી શકાશે કેશબેક ઓફરનો લાભ
કેશબેક ઓફરમાં રિચાર્જ કરાવવા પર એક કૂપન કોડ આપવામાં આવશે, તેનો ઉપયોગ યુઝર્સ રિલાયન્સ ડીઝીટલ પર કરી શકશે. કૂપન કોડનો MyJio એપની કૂપન સેક્શનમાં જઈને જોઈ શકાશે. આ ઓફરનો ફાયદો ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધી મળશે. જયારે કૂપનની વેલીડીટી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધી થશે.

બાકી કંપનીઓને મળશે ટક્કર
તમને જણાવી દઈએ કે, જિયોનો આ પ્લાન અત્યાર સુધી કોઈ પણ કંપની દ્વ્રારા લોન્ચ કરવામાં આવેલ પ્રથમ સૌથી સસ્તો પ્લાન છે. જ્યારે BSNL ની પાસે પણ એક સસ્તો પ્લાન છે, પરંતુ તેની કિંમત ૨૦૦૦ રૂપિયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY