IPL2018 : Jos Buttler ની તોફાની બેટીંગે કરી સહેવાગના રેકોર્ડની બરાબરી

0
294

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા Jos Buttler એ સતત શાનદાર રમત રમી રાજસ્થાન રોયલ્સને વધુ એક જીત અપાવી દીધી છે. આ ઈંગ્લીશ વિકેટકીપર-બેટ્સમેને રોયલ્સની પ્લેઓફની આશાઓને પાંખો લગાવી દીધી છે. રવિવારે રાત્રે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને તેમના ઘરમાં જ ૭ વિકેટથી માત આપી હતી.

બટલરે ૫૩ બોલમાં અણનમ ૯૪ રન બનાવ્યા, જેમાં ૯ ચોક્કા અને ૫ છક્કા શામેલ છે. તેમણે સતત પાંચમી વખત 50 અથવા તેનાથી વધારે રનોની રમત રમી અને કેપ્ટન આજીન્ક્ય રહાણે(૩૬ બોલ પર ૩૭ રન) ની સાથે બીજી વિકેટ માટે ૯૫ રનની ભાગીદારી કરી. તેમણે પછી સંજુ સેમસન(૧૪ બોલમાં ૨૬ રન) સાથે માત્ર ૨૮ બોલમાં જ ૬૧ રન જોડ્યા હતા.

આ સાથે જ ૨૭ વર્ષના બટલરે આઈપીએલમાં સતત ૫ વખત 50થી વધુ રન બનાવવાના વીરેન્દ્ર સહેવાગના રેકોર્ડની બરાબરી કરી છે. આ સિવાય ઓવરઓલ ટી-૨૦ ની વાત કરીએ તો, સહેવાગ અને બટલર સિવાય હેમિલ્ટન મસાકાદઝા અને કામરાન અકમલે જ આ સફળતા મેળવેલી છે.

ટી-૨૦ માં સતત પાંચ 50 રનથી વધુની ગેમ

વીરેન્દ્ર સહેવાગ (દિલ્હી ડેરડેવિલ્સ – ૨૦૧૨)
હેમિલ્ટન મસાકાદઝા(ઝિમ્બાબ્વે XI ૨૦૧૨)
કામરાન અકમલ (લાહોર વ્હાઈટ ૨૦૧૭)
જોસ બટલર(રાજસ્થાન રોયલ્સ ૨૦૧૮)
વિરાટ કોહલી (સતત 4 વખત 50+ સ્કોર ૨૦૧૬)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY