લોર્ડ્સ સ્ટેડિયમમાં Sachin Tendulkar સાથે રણવીરે શરુ કરી ’૮૩’ ની તૈયારીઓ, ફોટો થયો વાયરલ

0
713
Kabir Khan kicks off preparation for 83 with Ranveer Singh, Sachin Tendulkar at Lords

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને ભેટ રહ્યો હતો. મેચ શરૂ ના થવાના કારણે લોર્ડ્સમાં આવેલ બધા ચાહકો નિરાશ થયા હતા. જયારે બોલીવુડ અભિનેતા રણવીર સિંહ પણ ભારતીય ટીમને સ્પોર્ટ કરવા પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમની મુલાકાત ‘ક્રિકેટના ભગવાન’ Sachin Tendulkar થી થઈ હતી.

રણવીર સિંહની સાથે ફિલ્મ નિર્દેશક કબીર ખાન પણ હતા. બંને જેવા જ સચિનથી મળ્યા તો તેમને તસ્વીર લેવાનું શરૂ કરી દીધું હતું. રણવીર સિંહ અને કબીર ખાને પોત-પોતાના આધિકારિક સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર ફોટોસ શેર કરી, જે ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

સચિન તેંડુલકરની સાથેની તસ્વીરને શેર કરતા કબીરે જણાવ્યું હતું કે, ‘સચિન તે સમયે માત્ર ૯ વર્ષના હતા, ત્યારે તેમને ૧૯૮૩ માં કપિલ દેવને અહીં જીત પ્રાપ્ત કરી વર્લ્ડ કપ ઉઠાવતા જોયા હતા. તે જીતે સચિન તેંડુલકરને ભારત માટે પ્રોત્સાહિત કાર્ય હતા. હવે ૩૫ વર્ષ બાદ અમે પોતાની ફિલ્મ ૮૩ ના માટે લોર્ડ્સ આવ્યા છે.”


આમ તો આ ત્રણેનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં ફોટો કિલક કર્યા બાદ રણબીર સિંહે સચિન તેંડુલકરને મસ્તીમાં કંઇક કહ્યું હતું. પછી બંને એક-બીજાને ગળે ભેટ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY