સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન આ બાબતમાં ધોની અને કોહલીને છોડી રહ્યા છે પાછળ

0
979

1. સનરાઇઝર્સ હૈદરાબદના કેપ્ટન Kane Williamson

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન Kane Williamson આઈપીએલ ૨૦૧૮ માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમના પ્રેરણાદાયી આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને ઓછા સ્કોરને બચાવ કરી પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી છે.

સનરાઇઝર્સ હૈદરાબદે સોમવારે પોતાના ઘરેલું મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને રોમાંચક મેચમાં ૫ રનથી હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ કેપ્ટન કેન વિલિયમ્સને આ દરમિયાન અડધી સદીની ઇનિંગ અને તે એક બાબતમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન Mahendra Singh Dhoni ને પાછળ છોડી ટોપ પર પહોંચી ગયા હતા. કેન વિલિયમ્સને આ મેચમાં ૩૯ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ સિક્સરની મદદથી ૫૬ રન બનાવ્યા હતા.

2. સનરાઇઝર્સ હૈદરાબદના કેપ્ટન કેન વિલિયમ્સન

કેન વિલિયમ્સન અત્યાર સુધી ૧૦ મેચમાં ૫૧.૨૫ ની એવરજથી ૪૧૦ રન બનાવી લીધા છે. જેમાં ૫ અડધી સદીનો સમાવેશ થાય છે. કેન વિલિયમ્સન આ સત્રમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ચુક્યા છે અને તેમને ધોની અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. વિરાટ કોહલીએ ૧૦ મેચમાં ૪૯.૫૦ ની એવરજથી ૩૯૬ રન બનાવ્યા છે જયારે મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૦ મેચમાં ૯૦ ની એવરજથી ૩૬૦ રન પોતાના નામે નોંધાવી ચુક્યા છે. વિરાટ અને ધોની અત્યાર સુધી માત્ર ત્રણ-ત્રણ ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યા છે.

3. સનરાઇઝર્સ હૈદરાબદના કેપ્ટન કેન વિલિયમ્સન

કેન વિલિયમ્સનની ટીમ ૧૦ મેચમાં ૧૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ધોનીની સીએસકે ૧૪ પોઈન્ટ સાથે આ બાબતમાં બીજા અને વિરાટ કોહલીની આરસીબી ૧૦ મેચમાં ૬ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY