Kenya એ ટી-૨૦ ક્રિકેટમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર

0
421
Kenya denied world record despite amassing 2706 in T20 innings

રવાડા ક્રિકેટ ટીમ સામે Kenya એ ટી-૨૦ માં સૌથી મોટો સ્કોર બનાવ્યો દીધો છે. આ બાબતમાં કેન્યાએ ઓસ્ટ્રેલિયા અને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પાછળ છોડી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ ૨૬૩ અને બેંગ્લોરે પણ ૨૬૩ રન બનાવ્યા છે, જયારે કેન્યાએ ૬ વિકેટ ગુમાવી ૨૭૦ રન બનાવી દીધા હતા. મહંગા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં કેન્યા તરફથી ચાર ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી.

કેન્યાના બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરતા કેન્યાના ઓપનર બેટ્સમેન ડીએમ ગોદારિયાએ ૩૧ બોલમાં ૫૬ અને એએ ઓબાંડાએ શાનદાર બેટિંગ કરતા ૨૨ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા. જેમાં તેમને ૬ ચોગ્ગા અને ૬ સિક્સર ફટકારી હતી. જયારે તેના સિવાય આરઆર પટેલ અને સીઓ ઓબુઆએ ક્રમશ: ૫૧ અને ૬૩ રનની ઇનિંગ રમી હતી. પટેલે ૨૩ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. જયારે ઓબુઆએ ચાર ચોગ્ગા અને પાંચ સિસ્ર ફટકારી હતી. તેમ છતાં આ બધામાં સૌથી ઝડપી ઇનિંગ ઓબાંડાની જ રહી તેમને ૨૮૬.૩૬ ની સ્ટ્રાઈક રેટથી ૬૩ રન બનાવ્યા હતા.

આ રેકોર્ડ નોધવામાં આવશે નહી
કેન્યા દ્વ્રારા ટી-૨૦ ક્રિકેટમાં બનાવવામાં આવેલ અત્યાર સુધીનો આ સૌથી મોટો સ્કોર આઈસીસીની રેકોર્ડ યાદીમાં નોંધવામાં આવશે નહી. તેનું કારણ આઈસીસી દ્વ્રારા જાન્યુઆરી ૨૦૧૯ માં લાગુ કરવામાં આવેલ નિયમ છે. આ નિયમ મુજબ બંને ટીમોને આઈસીસીની ફૂલ મેમ્બર હોવી જરૂરી છે. એટલા માટે કેન્યા આ શાનદાર રેકોર્ડ આઈસીસીની રેકોર્ડ યાદીમાં નોંધાવી શકશે નહિ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY