કુલદીપ યાદવે રાશીદ ખાનના આ ખાસ રેકોર્ડની કરી બરાબરી

0
122
Kuldeep Yadav equals Rashid Khan This Special Record

ભારતના સ્પિનર કુલદીપ યાદવને જે પણ ફોર્મેટમાં રમવાની તક મળે છે, તે પોતાની છાપ છોડે છે. આ બોલરને વેસ્ટ ઇન્દીસ સામે બે ટી-૨૦ મેચમાં રમવાની તક મળી અને તેમને લખનૌમાં રમાયેલ બીજી ટી-૨૦ માં ખાસ સિદ્દ્ધી પ્રાપ્ત કરી લીધી હતી.
તેમને આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશીદ ખાનની બરાબરી કરી લીધી હતી. કુલદીપ યાદવે લખનૌ ટી-૨૦ માં ડેરેન બ્રાવો (૨૩) ને કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યા હતા.
તેમને ત્યાર બાદ નિકોલસ પુરન (૪) ને પોતાની જ બોલ પર બોલ્ડ કરી રાશીદ ખાનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. કુલદીપ યાદવે આ મેચમાં ૩૨ રન આપી ૨ વિકેટ લીધી હતી.

તે હવે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૭૨ વિકેટ લઇ ચુક્યા છે અને તેમની પાસે ત્રીજી ટી-૨૦ મેચમાં રાશીદ ખાનને પાછળ છોડવાની તક રહેશે. કુલદીપ યાદવે ૨૮ મેચમાં ૭૨ શિકાર કર્યા જ્યારે રાશીદ ખાને ૨૯ મેચમાં ૭૨ વિકેટ લીધી હતી.

૨૦૧૮ માં કુલદીપ યાદવનું પ્રદર્શન
૧૭ વિકેટ ૬ ટી-૨૦ માં (૮.૨૩ એવરજથી)
૪૫ વિકેટ ૧૯ વનડેમાં (૧૭.૭૭ ની એવરજથી)
૧૦ વિકેટ ૩ ટેસ્ટમાં (૨૯.૩૦ ની એવરજથી)

૨૦૧૮ માં રાશીદ ખાનનું પ્રદર્શન
૨૨ વિકેટ ૮ ટી-૨૦ માં (૮.૬૮ ની એવરજથી)
૪૮ વિકેટ ૨૦ વનડેમાં (૧૪.૪૫ ની એવરજથી)
૨ વિકેટ ૧ ટેસ્ટમાં (૭૭.૦૦ ની એવરજથી)

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન રોહિત શર્માની રેકોર્ડ ચોથી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝને બીજી ટી-૨૦ મેચમાં ૭૧ રનથી હરાવી દીધું હતું. ભારતે ૨ વિકેટે ૧૯૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ ૯ વિકેટે ૧૨૪ રન જ બનાવી શકી હતી. તેની સાથે ભારતે ત્રણ મેચની સીરીઝમાં ૨-૦ ની અપરાજેય લીડ બનાવી લીધી હતી. આ ભારતની ટી-૨૦ માં સતત સાતમી સીરીઝ જીત છે. આ મેચ આ સ્ટેડીયમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી અને ભારતે શાનદાર શરૂઆત કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY