ICC T20 Ranking : તામિમ ઇકબાલ અને શાકિબ અલ હસનનો ધમાકો

0
143
Latest ICC T20 Ranking After West Indies Bangladesh Series

વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશની વચ્ચે રમાયેલ ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ બાદ ICC એ તાજેતરની ટી-૨૦ રેન્કિંગ જાહેર કરી છે. સીરીઝમાં ૨-૧ ની જીતના કારણે બાંગ્લાદેશને ટીમ રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે અને અત્યારે તે ૭૭ પોઈન્ટ સાથે દસમાં સ્થાન પર છે. વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને સીરીઝમાં હારના કારણે આઠ પોઈન્ટનું નુકસાન થયું અને અત્યારે તેમ છતાં તે ૧૦૬ પોઈન્ટ સાથે સાતમાં સ્થાન પર છે.

બેટ્સમેનોના ટોપ ૧૦ માં માત્ર એક ફેરફાર થયો છે અને વેસ્ટ ઇન્ડીઝના એવિન લેવીસ ચાર સ્થાનના નુકસાનથી ૧૧ માં સ્થાન પર પહોંચી ગયા છે અને તેના કારણે રોહિત શર્મા દસમાં સ્થાન પર આવી ગયા છે. ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ પ્રથમ સ્થાન પર બરકરાર છે અને ભારત તરફથી લોકેશ રાહુલ (ત્રીજા) ટોપ બેટ્સમેન છે.

ટોપ-૧૦ ની બહાર વેસ્ટ ઇન્ડીઝના માર્લન સેમ્યુઅલ્સ ૨૬ માં, ક્રીસ ગેલ ૪૯ માં, આન્દ્રે ફ્લેચર ૫૭ માં અને આન્દ્રે રસેલ ૨૬ સ્થાનના ફાયદાથી ૮૬ માં સ્થાન પર છે. બાંગ્લાદેશ તરફથી શબ્બીર રહેમાન ૨૮ મી, મહમુદુલ્લાહ ત્રણ સ્થાનના ફાયદાથી ૩૬ માં, તામિમ ઇકબાલ ૬ સ્થાનના ફાયદાથી ૭૧ માં સ્થાન પર છે.

બોલરોના ટોપ-૧૦ માં વેસ્ટ ઇન્ડીઝના સેમ્યુઅલ બદ્રી બે સ્થાનના નુકસાનથી સાતમાં સ્થાન પર પહોંચી ગઈ છે અને તેના કારણે મિચેલ સેન્ટર અને એન્ડ્ર્યુ ટાઈને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. અફઘાનિસ્તાનના રાશીદ ખાન પ્રથમ સ્થાન પર બરકરાર છે અને ભારત તરફથી યુજ્વેન્દ્ર ચહલ (ચોથા) ટોપ બોલર છે.

ટોપ-૧૦ ની બહાર વેસ્ટ ઇન્ડીઝ તરફથી સુનીલ નારાયણ ૨૬ માં, કેસરિક વિલિયમ્સ ૨૯ માં, કાર્લોસ બ્રેઈથવેઇટ ૩૧ માં, માર્લન સેમ્યુઅલ્સ ૭૩ માં, આન્દ્રે રસેલ ૮૪ માં, એશ્લી નર્સ ૨૧ સ્થાનના ફાયદાથી ૯૧ માં અને કીમો પોલ ૯૫ માં સ્થાન પર છે. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન ૧૧ માં, મુસ્તાફીઝુર રહેમાન ૧૬ માં, રુબેલ હુસૈન ૪૩ માં, મહમુદુલ્લાહ ૬૫ માં અને નજમૂલ ઇસ્લામ ૭૦ માં સ્થાન પર છે.

ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યું નાત્ઘી અને ગ્લેન મેકસવેલ ટોપ રહેલા છે. મોહમ્મદ નબી બીજા અને શાકિબ અલ હસન ત્રીજા સ્થાન પર બરકરાર છે. સાઉથ આફ્રિકાના જેપી ડયુમિની ચોથા અને વેસ્ટ ઇન્ડીઝના માર્લન સેમ્યુઅલ્સ પાંચમાં સ્થાન પર છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ છઠ્ઠા, શ્રીલંકાના થીસારા પરેરા સાતમાં, બાંગ્લાદેશના મહમુદુલ્લાહ આઠમાં, સ્કોટલેન્ડના રિચી બેરિંગટન નવમાં અને અફઘાનિસ્તાનના સમીઉલ્લાહ શેનવારી ૧૦ માં સ્થાન પર રહેલા છે.

Click for Tiny URL

NO COMMENTS