ટેસ્ટ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી

0
160

1. મેટ રેન્શો

ઓસ્ટ્રેલીયન ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે દાવેદારી પ્રસ્તુત કરી રહેલા બેટ્સમેન મેટ રેન્શોએ ગ્રેડ ક્રિકેટમાં ૩૪૫ રનનો રેક્રોડ બનાવી નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

મેટ રેનશોએ ક્વીન્સલેન્ડમાં પોતાની ક્લબ તુમબુલ માટે ૩૪૫ રન બનાવ્યા હતા. તેમને વાઈનમ સામે ઇનિંગમાં ૨૭૬ બોલમાં ૩૮ ચોગ્ગા અને ૧૨ સિક્સર ફટકારી ત્રેવડી સદી ફટકારી જે ગ્રેડ ક્રિકેટમાં નવો રેકોર્ડ છે. તેની સાથે મેટ રેનશોએ ક્વીન્સલેન્ડ પ્રીમિયર ક્રિકેટમાં ૩૧૧ રનના પાછળ રેકોર્ડને તોડી દીધો છે. વર્ષ ૨૦૦૯-૧૦ માં ક્વીન્સલેન્ડના બેટ્સમેન વેડ ટાઉનસેંડે આ રેકોર્ડ બનાવ્યો હતો.

2. મેટ રેન્શો

મેટ રેનશોએ મેચમાં ત્રીજી અને ચોથી વિકેટ માટે ૨૫૬ અને ૨૦૬ રનની ભાગીદારી પણ કરી હતી, જેનાથી તુમબુલ ઇનિંગમાં ચાર વિકેટે ૫૫૦ રનના મોટા સ્કોર સુધી પહોંચી ગયું હતું. મેટ રેનશો હવે આ સત્રમાં ચાર ઇનિંગમાં ૬૧૧ રન બનાવી ચુક્યા છે જેમાં બે અન્ય સદી પણ સામેલ છે.

તેમ છતાં મેટ રેનશોનિ યુએઈમાં પાકિસ્તાન સામે સીરીઝમાં પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તેમને સીરીઝની પ્રથમ અભ્યાસ દરમિયાન હેલમટ પર બોલ લાગી ગઈ હતી જેનાથી તે પ્રથમ ટેસ્ટમાં રમી શક્યા નહોતા. પરંતુ શેફીલ્ડ શિલ્ડ ક્રિકેટમાં વાપસી બાદ તેમના પ્રદર્શનમાં સુધાર આવ્યો છે.

3. મેટ રેન્શો

ઓસ્ટ્રેલિયામાં તેમ છતાં ગ્રેડ ક્રિકેટ ઘણી ચર્ચામાં બનેલી છે જ્યાં પ્રતિબંધિત ખેલાડી ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથ સિડની ક્લબ તરફથી રમી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY