હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં જોવા મળ્યો આ સ્ટાર્સ જલવો

0
168

1. હોકી વર્લ્ડ કપ

ઓડીશાની યજમાનીમાં આયોજીત થઈ રહેલા હોકી વર્લ્ડ કપનું ગઈ કાલે સત્તાવાર રીતે પ્રારંભ થઈ ગયું છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં વર્લ્ડ કપના ઉદ્ધાટન સમારોહમાં કો ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન, બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની પ્રસ્તુતિથી ચાહકોના દિલ જીતી લીધા હતા. સંગીતકાર રહેમાને પોતાના ગ્રુપની સાથે ‘જય હિન્દ-હિન્દ… જય ઇન્ડિયા’ ગાઈને ઉદ્ઘાટન સમારોહની શરૂઆત કરી હતી.

2. હોકી વર્લ્ડ કપ

ત્યાર બાદ યજમાન ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંચ પર આવી હોકી વર્લ્ડના ઉદ્ઘાટનની સત્તાવાર જાહેરાત કરી હતી. એફઆઈએચના અધ્યક્ષ ડો. નરિંદર બત્રાએ સમારોહના આટલા મોટા સ્તર પર આયોજન માટે મુખ્યમંત્રી નવીન પટનાયક અને સંપૂર્ણ પ્રદેશનો આભાર માન્યો હતો. બધી ટીમોના કેપ્ટન વારાફરતી મંચ પર આવ્યા હતા. આ બધાની સાથે એક-એક આદિવાસી બાળક પણ હતું જેના હાથમાં હોકી સ્ટીક હતી.

3. હોકી વર્લ્ડ કપ

કેપ્ટનો બાદ શાહરૂખ ખાન મંચ પર આવ્યા હતા. કિંગ ખાને બધી ૧૬ ટીમોના કેપ્ટનોની હાજરીમાં પોતાની હીટ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ નો ફેમસ ડાયલોંગ બોલ્યો, “આ ૭૦ મિનીટ તમારા જીવનની સૌથી ખાસ ક્ષણ છે અને તેને કોઈ તમારાથી છીનવી શકશે નહીં.” તેમના આ ડાયલોંગ સાથે જ સમારોહમાં હાજર દર્શક ‘ચક દે ઇન્ડિયા’ ના નારા લગાવવામાં લાગ્યા હતા.

4. હોકી વર્લ્ડ કપ

શાહરૂખ બાદ ‘ધક-ધક ગર્લ’ ના નામથી પ્રખ્યાત બોલીવુડ અભિનેતા માધુરી દીક્ષિતે પોતાની પ્રસ્તુતિ આપી હતી. તેમને લગભગ ૧૦૦૦ ડાન્સરની સાથે ‘ધ અર્થ સોંગ’ ડાંસ ડ્રામા પ્રસ્તુત કર્યો હતો.

5. હોકી વર્લ્ડ કપ

માધુરી અને ડાન્સરોની સાથે ઓડીશાના આદિવાસીઓની સંસ્કૃતિને દર્શાવવામાં આવ્યો જેમાં લગભગ ૮૦૦ સ્કુલના બાળકો જોવા મળ્યા હતા. અંતમાં રહેમાને વર્લ્ડ કપ થીમ સોંગ ‘જય-હિન્દ હિન્દ જય ઇન્ડિયા’ ના ગીત સાથે સમારોહની સમાપ્તી કરી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ…..

6. હોકી વર્લ્ડ કપ

7. હોકી વર્લ્ડ કપ

8. હોકી વર્લ્ડ કપ

9. હોકી વર્લ્ડ કપ

10. હોકી વર્લ્ડ કપ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY