All Time T20 XI માં ભારતના આ સ્ટાર ખેલાડીઓ સામેલ

0
1033
MS Dhoni, Virat Kohli and Rohit Sharma included in All Time T20 XI

ભારતના ત્રણ ખેલાડીઓ મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માને All Time T20 XI માં સામેલ કરવામાં આવ્યા છે. વેબસાઈટ ક્રિકઇન્ફોની જ્યુરી દ્વ્રારા છેલ્લા ૨૫ વર્ષના પ્રદર્શનના આધારે આ ટી-૨૦ ઈલેવનની પસંદ કરવામાં આવી છે.

આ ટીમમાં ભારતના ત્રણ, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝના બે-બે, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનના એક-એક ખેલાડીને જગ્યા મળી છે. ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સન અને ડેવિડ વોર્નર દુર્ભાગ્યશાળી રહ્યા કે તેમને આ ટીમમાં જગ્યા મળી નથી. આવી રીતે ભૂતપૂર્વ પાકિસ્તાની સ્પિનર સઈદ અજમલ પણ આ ટીમમાં સામેલ થતા બચી ગયા છે. ભારતના રોહિત શર્માને આ ટીમમાં સામેલ કરવા પર ચાહકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો.

ક્રિકઇન્ફોની જ્યુરીમાં ઇયાન ચેપલ, સંજય માંજરેકર, જોન રાઈટ, ડેવ વ્હોટમોર અને માર્ક નિકોલસ સામેલ હતા. આ ટીમ માટે ૧ માર્ચ ૧૯૯૩ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ ના સમયગાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓલ ટાઈમ ટી-૨૦ પ્લેઇંગ ઈલેવન : ક્રિસ ગેલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, એબી ડી વિલીયર્સ, બ્રેન્ડન મેક્કુલમ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), શાહિદ આફ્રીદી, ડ્વેન બ્રાવો, રાશિદ ખાન, ઉમર ગુલ, લસિથ મલિંગા.

આ ખેલાડીઓનું પ્રદર્શન :

ક્રિસ ગેલ : ૫૩ મેચ, ૧૫૮૯ રન, ૧૪૫.૩૭ સ્ટ્રાઈક રેટ, ૨ સદી

રોહિત શર્મા : ૭૧ મેચ, ૧૬૪૭ રન, ૧૩૫.૧૧ સ્ટ્રાઈક રેટ, ૨ સદી

વિરાટ કોહલી : ૫૫ મેચ, ૧૯૫૬ રન, ૧૩૭.૮૪ સ્ટ્રાઈક રેટ, ૯૦ સર્વાધિક સ્કોર

એબી ડી વિલીયર્સ : ૭૮ મેચ, ૧૬૭૨ રન, ૧૩૫.૧૬ સ્ટ્રાઈક રેટ, ૭૯ સર્વાધિક સ્કોર

બ્રેન્ડન મેક્કુલમ : ૭૧ મેચ, ૨૧૪૦ રન, ૧૩૬.૨૧ સ્ટ્રાઈક રેટ, ૨ સદી

મહેન્દ્ર સિંહ ધોની : ૮૬ મેચ, ૧૩૬૪ રન, ૧૨૫.૦૨ સ્ટ્રાઈક રેટ, ૫૬ સર્વાધિક

શાહિદ આફ્રીદી : ૯૮ મેચ, ૧૪૦૫ રન, ૧૫૦.૭૫ સ્ટ્રાઈક રેટ, ૯૭ વિકેટ

ડ્વેન બ્રાવો : ૬૬ મેચ, ૧૧૪૨ રન, ૧૧૬.૪૧ સ્ટ્રાઈક રેટ, ૫૨ વિકેટ

રાશિદ ખાન : ૨૭ મેચ, ૪૨ વિકેટ, ઈકોનોમી રેટ ૫.૯૧

ઉમર ગુલ : ૬૦ મેચ, ૮૫ વિકેટ, ઈકોનોમી રેટ ૭.૧૯

લસિથ મલિંગા : ૬૮ મેચ, ૯૦ વિકેટ, ઈકોનોમી રેટ ૭.૩૬

રિડર્સ દ્વ્રારા પસંદ કરવામાં આવેલ ટીમમાં ત્રણ અલગ ખેલાડી
ક્રિકઇન્ફોએ પોતાના રિડર્સથી પણ ટીમ પસંદ કરવાનું કહ્યું હતું. જ્યુરી અને રિડર્સ દ્વ્રારા પસંદ કરવામાં આવેલ ટીમમાં ત્રણ અંતર જોવા મળ્યા હતા. રિડર્સ દ્વ્રારા પસંદ કરવામાં આવેલી ટીમમાં શેન વોટ્સન, ડેવિડ વોર્નર અને સુનીલ નારાયણને સામેલ કરવામાં આવ્યા હતા. જ્યુરી દ્વ્રારા પસંદ કરવામાં આવેલી ટીમના રોહિત શર્મા, શાહિદ આફ્રીદી અને ઉમર ગુલને આ ટીમમાં જગ્યા મળી નહોતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY