બોબ્મે હાઈકોર્ટે Harbhajan Singh ને મોકલી નોટીસ, આપવા પડી શકે છે ૯૭ કરોડ

0
510
Mumbai High Court Send Notice to Team India Off Spinner Harbhajan Singh

બોબ્મે હાઈકોર્ટે Harbhajan Singh ને મોકલી નોટીસ, આપવા પડી શકે છે ૯૭ કરોડ

આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર સ્પીન બોલર Harbhajan Singh ને બોમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના ભૂતપૂર્વ પાયલટ બર્નડ કેન હોસલિનની માનહાની બાબતમાં સમન્સ મોકલ્યા છે. હરભજન સિંહની ચંદીગઢ સેક્ટર નવમાં આવેલ કોઠી અને જલંધરના એક રહેઠાણ પર સમન્સ મોકલ્યું છે.

બોબ્મે હાઈકોર્ટે હરભજન સિંહને મોકલી નોટીસ

આ નોટીસમાં હરભજન સહિત બે અન્યને ૧૨ જૂન ૨૦૧૮ ના કોર્ટમાં પ્રસ્તુત કરવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સમન્સમાં જણાવ્યું હતું કે, જે હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને નકારી પ્રસ્તુત થયા નહી તો એકતરફો નિર્ણય સંભાળવવામાં આવશે.

બોબ્મે હાઈકોર્ટે હરભજન સિંહને મોકલી નોટીસ

ઉલ્લેખનીય છે કે, હોસલિને ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ ના બોમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન સિંહ પર ૧૫ મીલીયન યુએસ ડોલર એટલે લગભગ ૯૭ કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો હતો. તેમજ વિલંબ માટે દાવાની રકમ પર ૧૮ ટકા વ્યાજની વિનંતી પણ કરી હતી.

અરજીમાં ભોગ બનનારે જણાવ્યું હતું કે, હરભજન અને અન્યને સોશિયલ મીડિયા દ્વ્રારા તેના પર વંશીય ટિપ્પણીઓ કરી છે, જેનાથી તેમની કારકિર્દી પર અસર પડશે. ત્યાર બાદ ભૂતપૂર્વ પાયલટે કોર્ટથી અપીલ કરી છે કે, હરભજન સિંહ અને અન્ય આદેશ આપવામાં આવ્યા હતા કે, તે દરમહિને ૫૬૭૦ યુએસ ડોલર અદાલતમાં જમા કરાવે જેથી આ રકમ તેમને મળી શકે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY