ઓસ્ટ્રેલિયા ઈલેવન અને ભારતીય ટીમ વચ્ચે રમાયેલી મેચ રહી ડ્રો, મુરલી વિજયના ૧૨૯ રન

0
137

1. ઓસ્ટ્રેલિયા ઈલેવન – ભારતીય ટીમ

સિડનીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન અને ભારતીય ટીમના વચ્ચે રમાયેલી ચાર દિવસની અભ્યાસ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમની પ્રથમ ઇનિંગના ૩૫૮ ના જવાબમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને ૫૪૪ રન બનાવ્યા અને ૧૮૬ રનની શાનદાર લીડ પ્રાપ્ત કરી હતી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે મુરલી વિજયની શાનદાર સદી અને લોકેશ રાહુલની અડધી સદીના આધારે ૨૧૧/૨ નો સ્કોર બનાવ્યો હતો.

2. ઓસ્ટ્રેલિયા ઈલેવન – ભારતીય ટીમ

ત્રીજા દિવસના સ્કોર ૩૫૬/૬ થી આગળ રમતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને ૫૪૪ રન બનાવ્યા અને ભારતીય ટીમની બોલિંગ સંપૂર્ણ તરીકે ફ્લોપ રહી હતી. હૈરી નિલ્સને ૧૦૦ અને આરોન હાર્ડીએ ૮૬ રનની ઇનિંગ રમી હતી અને સાતમી વિકેટ માટે ૧૭૯ રનની શાનદાર ભાગીદારી નિભાવી હતી. નીચલા ક્રમમાં ડેનિયલ ફોલીન્સે ૪૩, લ્યુક રોબિન્સે અણનમ ૩૮ અને જેક્સન કોલમેને ૩૬ રનની ઉપયોગી ઇનિંગ રમી અને યજમાન ટીમને ૫૦૦ ના નજીક પહોંચાડ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શામીએ ત્રણ, રવિચંદ્રન અશ્વિને બે અને ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલીએ એક-એક વિકેટ લીધી હતી.

3. ઓસ્ટ્રેલિયા ઈલેવન – ભારતીય ટીમ

૧૮૬ રન પાછળ રહ્યા બાદ ભારતીય ટીમને મુરલી વિજય અને લોકેશ રાહુલે ૧૦૯ રનની શાનદાર શરૂઆત અપાવી હતી. લોકેશ રાહુલ ૬૨ રન બનાવી આઉટ થઈ ગયા હતા, પરંતુ મુરલી વિજય પીચ પર ટક્યા રહ્યા અને ૧૩૨ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૫ સિક્સરની મદદથી ૧૨૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતનો સ્કોર જયારે ૪૪ મી ઓવરમાં ૨૧૧/૧ હતો, ત્યારે મુરલી વિજય આઉટ થયા અને મેચ ડ્રો થઈ ગઈ હતી. હનુમા વિહારી ૧૫ રન બનાવી અણનમ રહ્યા હતા.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન તરફથી ડેનિયલ ફોલિન્સ અને ડાર્સી શોર્ટે એક-એક વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ ૬ ડિસેમ્બરે એડિલેડમાં રમાશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY