એશિયા કપની પ્રથમ મેચમાં જ મુશફિકુર રહિમે બનાવ્યા અનેક રેકોર્ડ

0
205

1. મુશફિકુર રહિમ

બાંગ્લાદેશના મુશફિકુર રહિમ માટે એશિયા કપમાં શ્રીલંકા સામેની પ્રારંભિક મેચ યાદગાર બની ગઈ હતી. મુશફિકુર રહિમે આ મેચમાં અનેક રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા હતા. તે એશિયા કપમાં સર્વાધિક રનોની ઇનિંગ રમનાર વિકેટકીપર બની ગયા અને આ દરમિયાન તેમને કુમાર સંગાકારા અને મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા છે.

2. મુશફિકુર રહિમ

મુશફિકુર રહિમે ૧૫૦ બોલનો સામનો કરી ૧૧ ચોગ્ગા અને ૪ સિક્સરની મદદથી ૧૪૪ રન બનાવ્યા છે. તે ત્યાર બાદ થીસારા પરેરાના શિકાર બન્યા હતા. તેની સાથે કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડી એશિયા કપમાં સૌથી વધુ રનની ઇનિંગ રમનાર વિકેટકીપર બન્યા છે. કુમાર સંગાકારાએ ૨૦૦૮ માં કરાચીમાં બાંગ્લાદેશ સામે ૧૨૧ રન બનાવ્યા હતા. ધોનીએ ૨૦૦૮ માં કરાચીમાં હોંગકોંગ સામે અણનમ ૧૦૯ રન બનાવ્યા હતા.

3. મુશફિકુર રહિમ

મુશફિકુર રહિમ હવે બાંગ્લાદેશ તરફથી શ્રીલંકા સામે વનડેમાં સૌથી વધુ રનની ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયા છે. પહેલા આ રેકોર્ડ તામિમ ઇકબાલના નામે હતો જેમને દામ્બુલામાં ૨૦૧૨ માં ૧૨૭ રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ તરફથી વનડેમાં બીજો મોટો સ્કોર
મુશફિકુર રહિમે શ્રીલંકા સામે ૧૪૪ રનની ઇનિંગ રમી જે વનડેમાં બાંગ્લાદેશ તરફથી કોઈ વનડેમાં બીજો મોટો સ્કોર છે. સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ તામિમ ઇકબાલના નામે છે જેને ૨૦૦૯ માં બુલાવાયોમાં ઝિમ્બાબ્વે સામે ૧૫૪ રન બનાવ્યા હતા.

એશિયા કપમાં બીજો મોટો સ્કોર
મુશફિકુર રહિમે ૧૪૪ રન બનાવ્યા જે એશિયા કપમાં સંયુક્તપણે બીજી મોટી વ્યકિતગત ઇનિંગ છે. આ ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે જેમને મીરપુરમાં પાકિસ્તાન સામે ૧૮૩ રન બનાવ્યા હતા. પાકિસ્તાનના યુનુસ ખાને કોલંબોમાં ૨૦૦૪ માં હોંગકોંગ સામે ૧૪૪ રન બનાવ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY