ટી-૨૦ ક્રિકેટમાં નેપાળે પ્રાપ્ત કરી સૌથી મોટી જીત

0
140

1. નેપાળ – ચીન


મલેશિયા અને મ્યાનમાર બાદ આઈસીસી વર્લ્ડ ટી-૨૦ એશિયા રીઝન ક્વોલીફાઈરમાં એક વધુ લો સ્કોરિંગ મેચ જોવા મળી છે. આ મેચ ચીન અને નેપાળની વચ્ચે રમાઈ હતી જે નેપાળની ટીમે ૧૦ વિકેટથી જીતી લીધી હતી.

આ અગાઉ મલેશિયા અને મ્યાનમારની વચ્ચે રમાયેલી મેચમાં મલેશિયાને માત્ર ૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

2. નેપાળ – ચીન

નેપાળ અને ચીનના વચ્ચે રમાયેલ મેચમાં નેપાળની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ચીનની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૧૩ ઓવરની રમતમાં માત્ર ૨૬ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

ચીનની બેટિંગની પરીસ્થિતિ એટલી ખરાબ રહી કે, તેમના આઠ બેટ્સમેન કોઈ પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. ચીન તરફથી સર્વાધિક સ્કોર હાંગ જિયાન યાંગનો રહ્યો તેમને ૧૧ રન બનાવ્યા હતા. તેના સિવાય ચેન જિનફેંગે એક રન બનાવ્યો જયારે ડેંગજીમાંએ પાંચ રનનું યોગદાન આપ્યું હતું.

3. નેપાળ – ચીન

ચીનના ૨૬ રનના સ્કોરમાં ૯ રન નેપાળના બોલરોએ એક્સ્ટ્રા તરીકે આપ્યા હતા.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમે માત્ર ૧.૫ ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. નેપાળ તરફથી પ્રદીપે ત્રણ બોલમાં ચાર બનાવ્યા જયારે વિનોદ ભંડારીએ ૮ બોલમાં ૨૪ રન બનાવી ટીમને જીત અપાવી દીધી હતી.
બોલિંગમાં લલિત રાજવંશી, સંદીપ લેમીચાને અને વસંત રેગમીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY