ન્યૂઝીલેન્ડે ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાને ૧૧૫ રનથી હરાવ્યું

0
60

1. ન્યૂઝીલેન્ડ – શ્રીલંકા


ન્યૂઝીલેન્ડે નેલ્સનમાં રમાયેલી ત્રીજી વનડે આંતરરાષ્ટ્રીયમાં શ્રીલંકાને ૧૧૫ રનથી હરાવી ત્રણ મેચની સીરીઝ પર ૩-૦ થી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા મેન ઓફ ધ મેચ રોસ ટેલર અને હેનરી નિકોલસની સદીના આધારે ૩૬૪/૪ નો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૪૯ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો લીધો હતો. જયારે યજમાનનો સ્કોર ૩૧/૨ થઈ ગયો હતો ત્યારે આ નિર્ણય યોગ્ય સાબિત લાગી રહ્યો હતો, પરંતુ માર્ટિન ગુપ્તીલ અને કોલિન મુનરો (૨૧) ના આઉટ થયા બાદ કેપ્ટન કેન વિલિયમ્સન (૫૫) એ ત્રીજી વિકેટ માટે રોસ ટેલરની સાથે ૧૧૬ રનની ભાગીદારી કરી ટીમને સંભાળી હતી. ત્યાર બાદ રોસ ટેલર અને હેનરી નિકોલસની ચોથી વિકેટ માટેની ૧૫૪ રન શાનદાર ભાગીદારી કરી ટીમનો સ્કોર ૩૦૦ ના આંકડાને પાર કરાવ્યો હતો. રોસ ટેલરે ૨૦ મી સદી અને હેનરી નિકોલ્સે ૧૩૭ રનની ઇનિંગ રમી હતી. હેનરી નિકોલ્સે પોતાની પ્રથમ સદી ફટકારી અને ૮૦ બોલમાં ૧૨૪ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેમને જેમ્સ નીશમની સાથે પાંચમી વિકેટ માટે ૬૩ રનની ભાગીદારી અને ટીમને ૩૬૦ રનની પાર પહોંચાડ્યું હતું. શ્રીલંકા તરફથી કેપ્ટન લસિથ મલિંગાએ ત્રણ અને લક્ષણ સંદાકને એક વિકેટ લીધી હતી.

2. ન્યૂઝીલેન્ડ – શ્રીલંકા

મોટા ટાર્ગેટના જવાબમાં નિરોશન ડિકવેલા (૪૬) અને ધનંજય ડી સિલ્વા (૩૬) એ ટીમને ૬૬ રનની ઝડપી શરૂઆત અપાવી, પરંતુ યજમાનોએ વાપસી કરતા ૨૩ ઓવરમાં શ્રીલંકાનો સ્કોર ૧૪૩/૫ કરી દીધો હતો. બંને ઓપનર સિવાય કુલસ પરેરા ૪૩, કુસલ મેન્ડીસ શૂન્ય અને દસુન શનાકા ૨ રન બનાવી આઉટ થઈ ગયા હતા.

3. ન્યૂઝીલેન્ડ – શ્રીલંકા

બીજી વનડેમાં શાનદાર સદી ફટકારનાર પરેરાએ ત્યાર બાદ એક તરફથી ફરીથી શાનદાર ઇનિંગ રમી અને ૬૩ બોલમાં ૮૦ રન બનાવ્યા હતા. તેમને ગુણાતિલકાની સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૦૧ રનની ભાગીદારી કરી, પરંતુ ૨૪૪ ના સ્કોર પર તેમના આઉટ થવાની સાથે જ શ્રીલંકાની ઇનિંગ સંપૂર્ણ રીતે વેરવિખર થઈ ગઈ અને માત્ર ૫ રન વધુ જોડી સંપૂર્ણ ટીમ ૪૧.૪ ઓવરમાં ૨૪૯ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને ચાર, ઈશ સોઢીએ ત્રણ અને ટીમ સાઉદી અને જેમ્સ નીશમે એક-એક વિકેટ લીધી હતી.

રોસ ટેલરે ત્રણ મેચમાં સૌથી વધુ ૨૮૧ રન બનાવ્યા, જયારે ઈશ સોઢીએ સૌથી વધુ આઠ વિકેટ લીધી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY