ન્યૂઝીલેન્ડની લીસ્ટ-એની મેચમાં એક ઓવરમાં બન્યા ૪૩ રન

0
98

1. ન્યૂઝીલેન્ડની લીસ્ટ-એની મેચમાં એક ઓવરમાં બન્યા ૪૩ રન

ન્યૂઝીલેન્ડમાં આવેલ હેમિલ્ટનના સેડોન પાર્કમાં એક મેચ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. અહી ‘ધ ફોર્ડ ટ્રોફી’ ના આધારે રમાયેલી ૫૦ ઓવરની મેચમાં એક ઓવરમા એટલા રન બનાવી દીઘા કે, લીસ્ટ-એ ક્રિકેટમાં આ વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાઈ ગયો છે.

વાસ્તવામાં નોર્ધન ડિસ્ટ્રીક્ટસ તરફથી રમતા જો કાર્ટર (અણનમ ૧૦૨ રન) અને બ્રેટ હેપટન (૯૫) ની જોડીએ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટસના ઝડપી બોલર વિલેમ લુડીકની એક ઓવરમાં ૪૩ (૪, ૬+nb, ૬+nb),૬,૧,૬,૬,૬) રન બનાવી દીધા હતા.

2. ન્યૂઝીલેન્ડની લીસ્ટ-એની મેચમાં એક ઓવરમાં બન્યા ૪૩ રન

આ અગાઉ લીસ્ટ –એ ક્રિકેટમાં એક ઓવરમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ એલ્ટન ચિન્ગુમ્બરાના નામે હતો, જેમને ૨૦૧૩ માં ઢાકા પ્રીમિયર ડીવીઝન મેચમાં શેખ જમાલ ક્લબ તરફથી રમતા આબાહની લીમીટેડ સામે અલાઉદ્દીન બાબુની એક ઓવરમાં ૩૯ (૫nb, w૧, ૬, ૪, ૬, ૪, ૬, w૧, ૬) રન બનાવી દીધા હતા.

3. ન્યૂઝીલેન્ડની લીસ્ટ-એની મેચમાં એક ઓવરમાં બન્યા ૪૩ રન

લીસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં સર્વાધિક રન
૪૩ જો કાર્ટર/બ્રેટ હેપટન (વિલેમ લુડીકનો ઓવર), હેમિલ્ટન, ૨૦૧૮/૧૯
૩૯ એલ્ટન ચિન્ગુમ્બરા (અલાઉદ્દીન બાબુની ઓવર) ઢાકા, ૨૦૧૩/૧૪
૩૭ જેપી ડયુમિની (એડી લીની ઓવર), કેપટાઉન, ૨૦૧૭/૧૮
લીસ્ટ-એ ક્રિકેટમાં વનડે આંતરરાષ્ટ્રીય સિવા વિભિન્ન ઘરેલું મેચ સામેલ હોય છે. આમ તો આંતરરાષ્ટ્રીય મેચ પણ લીસ્ટ-એના હેઠળ આવે છે, જેમાં રમી રહેલી ટીમોને વનડે આંતરરાષ્ટ્રીયનો દરજ્જો પ્રાપ્ત નથી. લીસ્ટ-એના હેઠળ ૪૦ થી ૬૦ ઓવરની એક ઇનિંગ હોય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY