દુનિયાના મહાન બેટ્સમેનને કેન્સર, ઓપરેશનથી દૂર કરવામાં આવ્યું ટ્યુમર

0
354

1. દુનિયાના મહાન બેટ્સમેનને કેન્સર, ઓપરેશનથી દૂર કરવામાં આ...

ન્યૂઝીલેન્ડના મહાન ક્રિકેટર Sir Richard Hadlee નું આંતરડાના કેન્સર માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. પત્ની ડીયાની હેડલી તરફથી ક્રિકેટ ન્યૂઝીલેન્ડ દ્વ્રારા જાહેર કરવામાં આવેલ નિવેદન અનુસાર ઓપરેશન સપૂર્ણ તરીકે સફળ રહ્યું અને તેમનું જલ્દી સ્વસ્થ થવાની સંભાવના છે. હેડલીની ગયા મહીને કોલોનોસ્કોપી કરવામાં આવી જેમાં તેમને આંતરડામાં કેન્સર હોવાની જાણ થઈ હતી. આ ટેસ્ટ દર ત્રણ વર્ષે કરવામાં આવે છે. ત્યાર બાદ ટ્યુમરને નીકાળવા માટે ઓપરેશન કરવામાં આવ્યું જે સપૂર્ણ તરીકે સફળ રહ્યું છે.

2. દુનિયાના મહાન બેટ્સમેનને કેન્સર, ઓપરેશનથી દૂર કરવામાં આ...

આ નિવેદન અનુસાર હવે હેડલીની કીમોથેરેપી કરવામાં આવશે અને તે જલ્દી સપૂર્ણ તરીકે સ્વસ્થ થઈ જાશે. ડીયાનીએ જણાવ્યું છે કે, અમે નિવેદન એટલા માટે જાહેર કર્યું કેમકે અમે ઈચ્છીએ છીએ કે, અમારી નિજતાનું સમ્માન કરે અને અફવાહો પર ધ્યાન આપે નહી.

3. દુનિયાના મહાન બેટ્સમેનને કેન્સર, ઓપરેશનથી દૂર કરવામાં આ...

સર રિચાર્ડ હેડલીને દુનિયાના સર્વકાલિક મહાન ઝડપી બોલરોમાંથી એક માનવામાં આવે છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ થી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર હતા. તેમને ૧૯૯૦ માં નિવૃત્તિ લીધી હતી. પોતાની કારકિર્દી સર રિચાર્ડ હેડલીએ ૮૬ ટેસ્ટ મેચમાં ૨૨.૨૯ ની એવરજથી ૪૩૧ વિકેટ લીધી હતી. તેના સિવાય તેમને એક બેટ્સમેનના રૂપમાં પણ પોતાની છાપ છોડી હતી. તેમને ૨૭.૧૬ ની એવરજથી ૩૧૨૪ રન બનાવ્યા જેમાં બે સદી અને ૧૫ અડધી સદીનો સમાવેશ થાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY