ન્યુઝીલેન્ડની આ મહિલા ખેલાડીએ ૧૭ વર્ષની ઉમરમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ

0
290

1. ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી Amelia...

ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર Amelia Kerr એ આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. ૧૭ વર્ષની અમેલિયાએ આયર્લેન્ડ સામે ત્રીજી મેચમાં માત્ર ૧૩૪ બોલમાં ૨૦૦ રન પુરા કરી લીધા અને તેની સાથે તેમને વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાની બાબતમાં રોહિત શર્મા અને ક્રીસ ગેલ જેવા અન્ય દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે.

વેસ્ટ ઇન્ડીઝના ક્રીસ ગેલે ૧૩૮ બોલમાં, ભારતના સહેવાગે ૧૪૦, સચિને ૧૪૭, રોહિત શર્માએ ૧૫૧ અને માર્ટિન ગુપ્તીલે ૧૫૨ બોલમાં બેવડી સદી ફટકારી હતી.

2. ચોગ્ગાઓનો વરસાદ જોવા મળ્યો<

અમેલિયાએ ૧૬૦ ની સ્ટ્રાઈક રેટથી ૧૪૫ બોલમાં અણનમ ૨૩૨ રનની ઇનિંગ રમી હતી, જેમાં ૩૧ ચોગ્ગા અને ૨ સિક્સરનો સમાવેશ થાય છે. તે એક ઇનિંગમાં સર્વાધિક ચોગ્ગા ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેમ છતાં તે રોહિત શર્માનો રેકોર્ડ તોડવાથી ચુકી ગઈ હતી. રોહિત શર્માએ શ્રીલંકા સામે ૧૩ નવેમ્બર ૨૦૧૪ ની ૨૬૪ રનની ઇનિંગ રમી હતી, જેમાં ૩૩ ચોગ્ગા સામેલ હતા.

3. બેલિન્ડા ક્લાર્કનો તોડ્યો રેકોર્ડ

તેમને આ ઇનિંગ સાથે ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર બેલિન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. અમેલિયા અગાઉ બેલિન્ડા મહિલા ક્રિકેટની જેમ બેવડી સદી ફટકારી છે. તેમને ૨૧ વર્ષ અગાઉ ૧૬ ડિસેમ્બર ૧૯૯૭ માં ડેનમાર્ક સામે ૧૫૫ બોલમાં અણનમ ૨૨૯ રનની ઇનિંગ રમી હતી. પરંતુ હવે અમેલિયાએ ૨૩૨ રનની ઇનિંગ રમી મહિલા ક્રિકેટ તરફથી સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેની સાથે વનડેમાં બેવડી સદી ફટકારનારી બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે .

4. સૌથી નાની ઉમરમાં મેળવી આ સિદ્ધિ

અમેલિયાએ સૌથી નાની ઉમરમાં આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં બેવડી સદી ફટકારી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમેલિયાની ઉમર અત્યારે માત્ર ૧૭ વર્ષ છે. તેમનો જન્મ ૧૩ ઓકટોબર ૨૦૦૦ ના થયો હતો.

5. વનડેમાં સૌથી મોટી ઇનિંગ રમનારી ૫ મહિલા ક્રિકેટર

ટીમ નામ સામે રન
ન્યૂઝીલેન્ડ અમેલિયા કેર આયર્લેન્ડ ૨૩૨
ઓસ્ટ્રેલિયા બેલિન્ડા ક્લાર્ક ડેનમાર્ક ૨૨૯
ભારત દિપ્તી શર્મા આયર્લેન્ડ ૧૮૮
શ્રીલંકા ચમારી અટ્ટાપટ્ટુ ઓસ્ટ્રેલિયા ૧૭૮
ઇંગ્લેન્ડ ચાર્લોટ એડવર્ડ આર્યલેન્ડ ૧૭૩

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY