નીક પોથાસ બન્યા વેસ્ટ ઇન્ડીઝ ટીમના કોચ

0
121
Nic Pothas Takes Charge of Windies as Interim Coach Ahead of Bangladesh Tour

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટે નીક પોથાસને બાંગ્લાદેશ પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમના કામચલાઉ હેડ કોચ તરીકે નિમણુંક કર્યા છે. નીક પોથાસ હવે સ્ટુઅર્ટ લોની જગ્યા લેશે જેમને ભારતના પ્રવાસ બાદ વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ પદથી રાજીનામું આપી દીધું હતું, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી શરૂ થશે.

સ્ટુઅર્ટ લોએ ઈંગ્લીશ કાઉન્ટી ટીમ મિડલસેક્સની સાથે ચાર વર્ષના કરાર બાદ વેસ્ટ ઇન્ડીઝ ટીમને છોડવાનો નિર્ણય કર્યો હતો. સ્ટુઅર્ટ લોના માર્ગદર્શનમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડમાં પાકિસ્તાન સામે યુએઈમાં ટેસ્ટ મેચ જીતી હતી. શ્રીલંકા ટીમના કામચલાઉ કોચ રહી ચુકેલા નીક પોથાસને આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડીઝના ફિલ્ડીંગ કોચ નિમણુંક કરવામાં આવ્યા હતા. નીક પોથાસ પ્રથમ ટ્રાંસવાલ અને હેમ્પશાયરના વિકેટકીપર રહી ચુક્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના નિર્દેશક જીમી એડમ્સે આશા વ્યક્ત કરી છે કે, નીક પોથાસની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ પ્રગતિ કરશે. તેમના માર્ગદર્શનમાં ટીમથી સારા પ્રદર્શનની આશા રહેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY