IPL માં આ વખતે જોવા મળી આ ગજબ બેટિંગ

0
1071
Nine Scores in 90s by Batsmen in this IPL-11

વર્તમાન IPL ની ૪૩ મેચમાં જોસ બટલરે પોતાની શાનદાર ઇનિંગના આધારે રાજસ્થાન રોયલ્સને ચેન્નાઈ સુપર કિંગ્સની સામે જીત અપાવી હતી. તેમને ઇનિંગની શરૂઆત કરતા ૬૦ બોલની ઇનિંગમાં અણનમ ૯૫ રન બનાવ્યા હતા.
તેની સાથે જ ઈંગ્લીશ વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે આઈપીએલમાં સતત ચોથી વખત ફિફ્ટી પ્લસ (૬૭, ૫૧, ૮૨, ૯૫ અણનમ) રન બનાવ્યા હતા. તેમને વિરાટ કોહલીની બરાબરી કરી હતી, જેમને ૨૦૧૬ માં આટલી જ વખત સતત ફિફ્ટી પ્લસની ઇનિંગ રમી હતી. આમ તો આ રેકોર્ડ વીરેન્દ્ર સહેવાગના નામે છે, જેમને ૨૦૧૨ માં સતત ૫ વખત આ કારનામું કર્યું હતું.

આઈપીએલની ૧૧ મી સીઝનમાં સદીની વાત કરીએ તો અત્યાર સુધી ત્રણ બેટ્સમેનો (ક્રીસ ગેલ, શેન વોટ્સન અને ઋષભ પંત) એ સદી ફટકારી છે. પરંતુ, સપૂર્ણ સીઝનમાં અત્યાર સુધી ૯ એવી તક આવી, જ્યારે બેટ્સમેનોએ ૯૦ રનના આંકડાને પ્રાપ્ત કર્યો જે આઈપીએલની કોઈ પણ સીઝનમાં સૌથી વધુ છે.

આ છે આ વખતની ‘નાઈન્ટીઝ’, ૮ વખત બેટ્સમેન રહ્યા અણનમ
૯૫ રન અણનમ : લોકેશ રાહુલ (પંજાબ) વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ
૯૫ રન અણનમ : જોસ બટલર (રાજસ્થાન) વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ
૯૪ રન : રોહિત શર્મા (મુંબઈ) વિરુદ્ધ આરસીબી
૯૩ રન અણનમ : શ્રેયસ અય્યર (દિલ્હી) વિરુદ્ધ કેકેઆર
૯૨ રન અણનમ : સંજુ સેમસન (રાજસ્થાન) વિરુદ્ધ આરસીબી
૯૨ રન અણનમ : વિરાટ કોહલી (આરસીબી) વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ
૯૨ રન અણનમ : શિખર ધવન (હૈદરાબાદ) વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સ
૯૧ રન અણનમ : જેસન રોય (દિલ્હી) વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ
૯૦ રન અણનમ : એબી ડી વિલિયર્સ (આરસીબી) વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સ

ઉલ્લેખનીય છે કે, જોસ બટલરની શાનદાર બેટિંગથી રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૪ વિકેટથી શાનદાર જીત મેળવી લીધી હતી. સુરેશ રૈનાની ફિફ્ટીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે ૪ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે ૧ બોલ બાકી રાખતા ૬ વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. ચેન્નાઈના ૧૧ મેચમાં ૧૪ પોઈન્ટ છે જ્યારે રાજસ્થાન રોયલ્સના હવે ૧૧ મેચમાં ૧૦ પોઈન્ટ થઈ ગયા છે. આ જીત સાથે જ રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની પોતાની આશા જીવંત રાખી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY