Kohli-રોહિતની જોડીએ સહેવાગ-સચિનને છોડયા પાછળ

0
375
Pair of Kohli-Rohit is left behind to Sachin and Sehwag

ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડે મેચમાં રોહિત શર્મા અને કેપ્ટન Virat Kohli એ એક ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. બંને ખેલાડીઓએ મેચમાં શાનદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. રોહિત શર્માએ સદી ફટકારી હતી અને વિરાટ કોહલીએ ૭૫ રનની મેચ વિજયી ઇનિંગ રમી હતી. આ બંનેએ ૧૬૭ રનની ભાગીદારી કરી વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી વનડેમાં સદીની ભાગીદારીની બાબતમાં બીજા સ્થાન પર આવી ગયા છે. આ બંનેની આ ૧૪ મી સદીની ભાગીદારી હતી જ્યારે સહેવાગ અને સચિનના વચ્ચે ૧૩ વખત જ સદીની ભાગીદારી થઈ હતી. આ બાબતમાં પ્રથમ નંબર પર સચિન અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની જોડી છે, જેને વનડે ક્રિકેટમાં ૨૬ વખત સદીની ભાગીદારી કરી હતી. ત્રીજા નંબર પર સહેવાગ-તેંડુલકર અને ચોથા નંબર પર રોહિત શર્મા અને શિખર ધવનની જોડી રહેલી છે. રોહિત શર્મા અને ધવને વનડેમાં ૧૨ સદીની ભાગીદારી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ડાબા હાથના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ બાદ રોહિત શર્માની ૧૮ મી સદીના આધારે ભારતે પ્રથમ વનડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને આઠ વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લેન્ડના ૨૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રોહિત શર્માના ૧૧૪ બોલમાં ચાર સિક્સર અને ૧૫ ચોગ્ગાથી અણનમ ૧૩૭ રનની ઇનિંગ સિવાય કેપ્ટન વિરાટ કોહલી (૮૨ બોલમાં ૭૫ રન) ની સાથે તેમની બીજી વિકેટની ૧૬૭ રનની ભાગીદારીના આધારે ૯.૫ ઓવર બાકી રહેતા બે વિકેટે ૨૬૯ રન બનાવી સરળ જીત પ્રાપ્ત કરી લીધી હતી. રોહિત શર્માએ શિખર ધવનની સાથે પ્રથમ વિકેટ માટે ૫૯ રનની ભાગીદારી કરી હતી.

આ અગાઉ પ્રથમ વખત પાંચ અથવા તેનાથી વધુ વિકેટ લેનાર કુલદીપ યાદવ ઇંગ્લેન્ડની ધરતી પર છ વિકેટ પ્રાપ્ત કરનાર પ્રથમ સ્પિનર બન્યા જેને યજમાન ટીમ સારી શરૂઆત હોવા છતાં ૪૯.૫ ઓવરમાં ૨૬૮ રન બનાવી શકી હતી. ઉમેશ યાદવે ૭૦ રન આપી બે વિકેટ જયારે યુજ્વેન્દ્ર ચહલે ૫૧ રન આપી એક વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ ભારતના આઠમાં બોલર છે જેને વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં છ વિકટ લીધી હતી. ઇંગ્લેન્ડ માટે જોસ બટલર અને બેન સ્ટોકસે અડધી સદી ફટકારવાની સાથે પાંચમી વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી પણ કરી હતી. શ્રેણીની બીજી મેચ ૧૪ જુલાઈના લંડનના લોર્ડ્સમાં રમાશે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY