પાકિસ્તાન સુપર લિંગની તારીખો જાહેર, કરાચીમાં રમાશે ફાઈનલ

0
149
Pakistan news PSL 2019 to start on 14 February 16 Sep 18

આગામી વર્ષે પાકિસ્તાન સુપર લીગ ટુર્નામેન્ટ ૧૪ ફ્રેબુઆરીથી શરૂ થશે. તેમાં ૮ મેચ પાકિસ્તાનમાં રમાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુએઈમાં ટુર્નામેન્ટ શરુ થયા બાદ મેચ પાકિસ્તાનમાં રમાશે. પીસીબીના સભ્ય અને પીએસએલના પ્રતિનિધિઓની મીટીંગ બાદ આ નક્કી કરવામાં આવ્યું છે. ફાઈનલ મેચ ૧૭ માર્ચના કરાચીમાં રમાશે.

મીટિંગ દરમિયાન ખેલાડીઓના ડ્રાફ્ટને લઈને પણ વાતચીત કરવામાં આવી છે. એહસાન મની તેમાં અધ્યક્ષતા કરી રહ્યા હતા. એહસાન મનીએ તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા છે. બધી ટીમોને રિટેન કરનાર ખેલાડીઓની યાદી આપવા માટે કહેવામાં આવ્યું છે.

ગયા વર્ષે પીએસએલની ફાઈનલ મેચ પાકિસ્તાનના લાહોરમાં રમાઈ હતી. આ દેશમાં ક્રિકેટને પુન:સ્થાપન કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચમાં ઘણા નામી વિદેશી ખેલાડીઓએ ના રમવાની જાહેરાત કરતા પોતાનું નામ પરત લીધું હતું. આ મેચના થોડા સમય બાદ જ આઈસીસીએ વર્લ્ડ ઈલેવનની ટીમને પાકિસ્તાન મોકલી હતી. જ્યારે ત્રણ મેચની ટી-૨૦ સીરીઝમાં વર્લ્ડ ઈલેવનની ટીમમાં ઘણા ખેલાડી હતા.

ભારતમાં રમાવનાર આઈપીએલ જેમ પીએસએલ સીઝન એટલી લાંબી હોતી નથી. ભારતીય ટુર્નામેન્ટ વર્લ્ડમાં સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ભારતમાં જેટલા વિદેશી ખેલાડી રમે છે, એટલા પીએસએલમાં રમતા નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY