પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, યાસીર શાહે લીધી આઠ વિકેટ

0
163

1. પાકિસ્તાન – ન્યૂઝીલેન્ડ

પાકિસ્તાનના સ્પિનર યાસીર શાહની શાનદાર બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના નામે બીજી ટેસ્ટ મેચમાં શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. આવું કારનામું ૧૪૧ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે. યાસીર શાહે ૪૧ રન આપી ૮ વિકેટ લીધી, આ તેમનું ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.

બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ સારી શરૂઆત બાદ માટે ૯૦ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આ ટીમના ઓપનર્સ જીત રાવલ અને ટોમ લાથમે પ્રથમ વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આવું પ્રથમ વખત થયું છે કે, પ્રથમ વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી બાદ કોઈ ટીમની ઇનિંગ ૧૦૦ રનની અંદર સમાપ્ત થઈ ગઈ હોય. યાસીર શાહની શાનદાર બોલિંગ સામે ન્યૂઝીલેન્ડે પોતાની ૧૦ વિકેટ માત્ર ૪૦ રનમાં જ ગુમાવી દીધી હતી.

2. પાકિસ્તાન – ન્યૂઝીલેન્ડ

આ અગાઉ ન્યૂઝીલેન્ડના નામે જ હતો આ રેકોર્ડ
તેની સાથે ન્યૂઝીલેન્ડના નામ એવો ખરાબ રેકોર્ડ નોંધાયેલ છે, જે તે ક્યારેય યાદ રાખવા માંગશે નહી. આ અગાઉ પણ આ ખરાબ રેકોર્ડ આ ટીમ સામે હતો. વર્ષ ૧૯૯૨ માં શ્રીલંકા સામે કોલંબોમાં રમાયેલ ટેસ્ટમાં આ ટીમના ઓપનર્સે પ્રથમ વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી અને ત્યાર બાદ તે માત્ર ૧૦૨ રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ નંબર સાઉથ આફ્રિકાનો આવે છે. સાઉથ આફ્રિકી ટીમ વર્ષ ૧૯૩૯ માં ઇંગ્લેન્ડ સામે માત્ર ૧૦૩ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી જયારે પ્રથમ વિકેટ માટે ઓપનર્સે ૬૦ રનની ભાગીદારી કરી હતી.

3. પાકિસ્તાન – ન્યૂઝીલેન્ડ

યાસીર શાહની બોલિંગ એટલી ખતરનાક રહી હતી કે, કીવી ટીમના ૬ બેટ્સમેનો તો શૂન્ય પર જ આઉટ થઈ ગયા હતા. આ માત્ર છઠ્ઠી તક છે જયારે કોઈ ટીમના ૬ બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હોય. સૌથી પહેલા આવું પાકિસ્તાન ટીમના સાથે જ થયું હતું,જયારે વર્ષ ૧૯૮૦ માં વેસ્ટ ઇન્ડીઝ સામે કરાચીમાં તેમના ૬ બેટ્સમેન શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ યાદીમાં ભારતીય ટીમનું નામ પણ છે. વર્ષ ૨૦૧૪ ના ઇંગ્લેન્ડ પ્રવાસ પર માન્ચેસ્ટર ટેસ્ટમાં ૬ બેટ્સમેન શૂન્ય પર આઉટ થઈ ગયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY