પીસીબીએ અહમદ શહેજાદ પર લગાવ્યો ચાર મહિનાનો પ્રતિબંધ

0
134

1. અહમદ શહેજાદ


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના સ્ટાઇલીશ બેટ્સમેન અહમદ શહજાદ પર ચાર મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. અહમદ શહજાદને સજા ડોપિંગ અવરોધક નિયમોના ઉલ્લંઘન કરવાના કારણે મળી છે.

પ્રાપ્ત અનુસાર, અહમદ શહજાદ પર આ પ્રતિબંધ ૧૦ જુલાઈથી લાગુ છે. બોર્ડે પાકિસ્તાન કપ દરમિયાન ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ અહમદ શહજાદને અસ્થાયી રૂપથી પ્રતિબંધિત કરી દીધા હતા. અહમદ શહજાદ પર લાગેલ આ પ્રતિબંધ હવે ૧૦ નવેમ્બરે સમાપ્ત થશે.

2. અહમદ શહેજાદ

પાકિસ્તાને આ ૨૬ વર્ષના બેટ્સમેન પોતાના દેશ માટે ૧૩ ટેસ્ટ ૮૧ વનડે અને ૫૭ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

અહમદ શહજાદે પીસીબી દ્વ્રારા લગાવેલ આરોપનો સ્વીકાર કરી લીધો હતો. તેમ છતાં, તેમને તેની સાથે એ પણ જણાવ્યું હતું કે, ધોખો આપવો અથવા શારીરિક શક્તિ વધારવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.

3. અહમદ શહેજાદ

આ સંપૂર્ણ બાબતમાં પીસીબીના ચેરમેન એહસાન મનીએ જણાવ્યું છે કે, “ક્રિકેટમાં ડોપિંગને લઈને પીસીબીની નીતિ ઝીરો ટોલરન્સ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભવિષ્યમાં ક્રિકેટર આ બાબતને લઈને કાળજી રાખશે તો કોઈ પણ પ્રતિબંધિત પદાર્થ તેમના સંપર્કમાં આવશે નહી.

અહમદ શહજાદે પાકિસ્તાન માટે ૧૩ ટેસ્ટ મેચમાં ૯૮૩ રન બનાવ્યા છે. જયારે વનડેમાં તેમના નામે ૨૬૦૫ રન છે. ટી-૨૦ માં પણ અહમદ શહજાદના બેટથી ૧૪૫૪ રન નીકળ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY