આઈપીએલમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યા Piyush Chawla

0
988

1. આઈપીએલમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યા Piyush Chaw...

કોલકાતા નાઈટ રાઈડર્સના લેગ સ્પિનર Piyush Chawla એ વર્તમાન આઈપીએલ દરમિયાન એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમને ગઈ કાલે રમાયેલ ઈડન ગાર્ડન્સમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બે વિકેટ મેળવી આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી.

2. આઈપીએલમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યા પીયુષ ચાવલા

હકીકતમાં ૨૯ વર્ષના પીયુષ ચાવલા એવા પ્રથમ બોલર બની ગયા જેમને આઈપીએલની બે ટીમ માટે ૫૦-૫૦ વિકેટના આંકડાને પ્રાપ્ત કર્યો છે. તેમને ગુરૂવારે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પોતાની ૫૦ વિકેટ પૂરી કરી હતી. આ અગાઉ કિંગ્સ ઈલેવન પંજાબ (૨૦૦૮-૨૦૧૩) ની ટીમમાં રહેતા તેમને ૫૦ થી વધુ વિકેટ લીધી હતી.

3. આઈપીએલમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યા પીયુષ ચાવલા

રસપ્રદ વાત એ છે કે, કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા તેમને પોતાની ૫૦ મી વિકેટ રવીન્દ્ર જાડેજાની લીધી હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા પણ રવીન્દ્ર જાડેજાને આઉટ કરી પોતાની ૫૦ મી વિકેટ પૂરી કરી હતી.
પીયુષ ચાવલાએ આઈપીએલમાં ૧૩૮ મેચ રમી છે જેમાં ૧૩૪ વિકેટ લીધી છે. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૭ રનમાં ચાર વિકેટ છે. જયારે એવરજ ૨૬.૧૮ છે. પીયુષ ચાવલાને કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૦૧૮ ની હરાજી દરમિયાન ‘રાઈટ ટુ મેચ કાર્ડ’ રમી ૪.૨૦ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં ખરીદ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૭૭ રન બનાવ્યા હતા. તેના જવાબમાં શુભમન ગિલની શાનદાર ફિફ્ટીના આધારે કોલકાતાએ ૧૭.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની જીતમાં યુવા બેટ્સમેન શુભમન ગિલનું મોટું યોગદાન રહ્યું હતું. શુભમન ગિલે પોતાની આઈપીએલ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી ટીમને સરળતાથી જીત અપાવી હતી. શુભમન ગિલે ચેન્નાઈ સામે માત્ર ૩૨ બોલમાં અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલે ૫ ચોગ્ગા અને ૨ સિક્સરની મદદથી ૫૦ રનના આંકડાને પ્રાપ્ત કર્યો હતો. શુભમન ગિલ આઈપીએલમાં સૌથી ઓછી ઉમરમાં અડધી સદી ફટકારતા ચોથા બેટ્સમેન છે. શુભમન ગિલે ૧૮ વર્ષ ૨૩૭ દિવસની ઉમરમાં અડધી સદી ફટકારી હતી. સૌથી ઓછી ઉમરમાં આઈપીએલ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સંજુ સેમસનના નામે છે જેમને વર્ષ ૨૦૧૩ માં ૧૮ વર્ષ ૧૬૯ દિવસની ઉમરમાં અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલના સાથી અને અન્ડર-૧૯ ટીમના કેપ્ટન પુર્થ્વી શોએ પણ આ સીઝનમાં ૧૮ વર્ષ ૧૬૯ દિવસની ઉમરમાં અડધી સદી ફટકારી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY