શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત

0
139
Pucovski, Burns and Renshaw in Australia squad for Sri Lanka series

શ્રીલંકા સામે ૨૪ જાન્યુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આશ્ચર્યચકિત નિર્ણય લેતા ભારત સામેની સીરીઝના ભાગ રહેલા શોન માર્શ, એરોન ફિન્ચ, મિચેલ માર્શ અને પીટર હેન્ડ્સ્કોમ્બને ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. ૨૦ વર્ષના બેટ્સમેન વિલ પુકોસ્કીને પ્રથમ વખત ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. તેના સિવાય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બોલિંગના ફ્રંટ પર કોઈ ફેરફાર કર્યો નથી.

ટીમની જાહેરાત કરતા સમયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કહેવામાં આવ્યું છે. “આ વાતમાં કોઈ શક નથી કે, ભારત સામે આવેલ પરિણામ નિરાશ કરનારું છે. એટલા માટે શ્રીલંકા સામેની સીરીઝ પહેલા મોટા ફેરફાર કરવું પ્રથમ કામ છે.

શ્રીલંકા સામે સીરીઝમાં માર્કસ હેરિસની સાથે જો બર્ન્સ અથવા પછી મેટ રેનશો ઓપનીંગની જવાબદારી સંભાળી શકે છે. જયારે ઘરેલું ક્રિકેટમાં પુકોસ્કી નંબર ૩ પર બેટિંગ કરે છે. તેના સિવાય ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડના ખભા પર મધ્યમ ક્રમની જવાબદારી રહેશે.

શ્રીલંકા સામે ૨ ટેસ્ટ મેચની સીરીઝ ૨૪ જાન્યુઆરીથી શરૂ થશે, જયારે આ સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ ૧ ફ્રેબુઆરીએ રમાશે.

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ આ પ્રકાર છે : ટીમ પેન (કેપ્ટન), જોસ હેઝલવુડ, જો બર્ન્સ, પેટ કમિન્સ, માર્કશ હેરિસ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ સ્ટાર્ક, પીટર સીડલ, વિલ પુકોસ્કી, મેટ રેનશો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY